ઝાલોદ,
130 ઝાલોદ વિધાનસભામાં ડો.મિતેશભાઇ ગરાસિયાને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જાહેર કરવામાં આવતાં ઝાલોદ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓ દ્ધારા મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવેલ હતા અને તમામ કાર્યકર્તાઓ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય દાહોદ ખાતે સામુહિક રાજીનામાં મુકવા ગયેલ હતા. તે સમયે પ્રદેશ નેતૃત્વ દ્ધારા જાણ કરવામાં આવેલ હતી કે આવતી કાલે આપ સૌ આંણદ ખાતે આવો ત્યાં સાવલી ખાતે કોંગ્રેસ પક્ષ ના મુખ્ય જવાબદાર આગેવાનો ઉપસ્થિત રહેનાર હોઇ તમારી રજુઆત સાંભળવામાં આવશે. જે બાબતે ઝાલોદ કોંગ્રેસના તમામ આગેવાન કાર્યકર્તાઓ સાવલી મુકામે જઇ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય આગેવાનોને મળીને ઝાલોદ વિધાનસભાની વર્તમાન પરિસ્થિતિ અંગે રજુઆત કરેલ હતી અને પ્રદેશ નેતૃત્વ એ ઘટતું કરવાની ખાતરી આપેલ હતી. પરંતુ આજદિન સુધી કોઇ નિર્ણય ન લેતાં તેમજ કાર્યકર્તાઓના ફોન પણ રીસીવ ન કરતાં આજરોજ ઝાલોદ કોંગ્રેસના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ સંજયભાઇ નિનામા, દાહોદ જિલ્લા યુથ પ્રમુખ તેમજ દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશભાઇ ડામોર અને પ્રદેશ સેવાદળ સંગઠક દિનેશભાઇ પારગી, જિલ્લા કોંગ્રેસ મંત્રી દિનેશભાઇ ભાભોર, માજી ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઇ ડામોર, માજી દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ શોભનાબેન ડામોર, જિલ્લા પ્રભારી સુરેશભાઇ કિશોરી, તાલુકા સંયોજક ભરતભાઇ ભાભોર, સોસિયલ મિડીયા પ્રમુખ સુનિલભાઇ બારિયા, સતિશભાઇ બારિયા, સેમ્યુલભાઇ ચારેલ સહિત તમામ આગેવાન કાર્યકર્તાઓએ પ્રદેશ નેતૃત્વ થી નારાજ થઇ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઇ ડાંગીને અપક્ષ અને કોંગ્રેસ પક્ષનું એમ બે ફોમ લેવડાવી જો પ્રદેશ નેતૃત્વ કોઇ યોગ્ય નિર્ણય નહિ લે તો મુકેશભાઇ ડાંગીને અપક્ષ ઉમેદવાર તરીકે બહુમતી થી વિજેતા બનાવવાના મક્કમ નિર્ણય સાથે ચુટણી અધિકારી પાસેથી ફોમ લીધેલ હતા અને તા.16 નવેમ્બર ના રોજ ભારે સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ સાથે ઝાલોદ વિધાનસભાના 38 તાલુકા પંચાયત અને 9 જિલ્લા પંચાયતના સંયોજકો/સહ સંયોજકો/કન્વિનરો/સહ કન્વિનરો અને સેલ/ ડિપાર્ટમેન્ટ ના તમાન પ્રમુખો અને આગેવાન કાર્યકર્તાઓએ ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગીને જાહેર કરેલ ઉમેદવારને બદલવામાં નહી આવે તો આ અમારા રાજીનામાં ઉપલા લેવલે મોકલી આપવા આગોતરાં રાજીનામા મૂકી દીધેલ હતાં.