નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ આવાસ પર ગેરવર્તનનો મામલો જોર પકડી રહ્યો છે. આ મુદ્દે ભાજપ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યું છે. દિલ્હી બીજેપી સ્ટેટ કમિટીના કાર્યકરો સીએમ કેજરીવાલનો વિરોધ કર્યો છે. ચાંદગી રામ અખાડા પાસે સીએમ આવાસ તરફ જતા રસ્તા પર મહિલા કાર્યકરો વિરોધ કર્યો હતાં આ પ્રદર્શન ભાજપ મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યો હતો
સ્વાતિ માલીવાલના ભૂતપૂર્વ પતિ અને ભૂતપૂર્વ આપ નેતા નવીન જયહિંદે કહ્યું, ’તેઓ પણ જાણે છે કે હું પણ એ જ કરું છું કે સંજય સિંહ પોતે રાજ્યસભામાં કેવી રીતે ગયા. તેઓ માત્ર અરવિંદ કેજરીવાલના ’પોપટ’ છે જે તેમના ઇશારે કામ કરે છે. સંજય સિંહને આ ઘટના વિશે પહેલેથી જ ખબર હતી કે આવું બનશે. તેઓ અભિનય કરી રહ્યા છે. આ ભાજપ-કોંગ્રેસ કે આપની વાત નથી. તમે (સંજય સિંહ) સ્વાતિ માલીવાલને નાની બહેન કહીને બોલાવતા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર તમામ લોકો સામે એફઆઇઆર દાખલ થવી જોઈએ.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. સ્વાતિ માલીવાલ ન તો તેના નિવાસસ્થાને કે ન તો ચિત્તરંજન પાર્ક વિસ્તારમાં તેના સંબંધીના ઘરે હાજર હતા. તમને જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલે સોમવારે સવારે સીએમ આવાસ પર બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.