મહોબા, યુપીના મહોબામાં સીએમ યોગીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સપા, બસપા અને કોંગ્રેસે માત્ર માફિયા જ આપ્યા. ૨૦૧૭ પહેલા ડાકુઓનો આતંક હતો. આ દરમિયાન સીએમએ પાકિસ્તાન, એટમ બોમ્બ અને રામ મંદિર વિશે પણ વાત કરી.
સીએમ યોગીએ કહ્યું, ’૨૦૧૭ પહેલા ડાકુઓનો આતંક હતો. મોટા માફિયાઓ હતા. સપા, બસપા અને કોંગ્રેસે જ માફિયાઓને આપ્યા. તેઓ અરાજક્તા ફેલાવી રહ્યા હતા, લૂંટફાટ કરી રહ્યા હતા, રસ્તાઓ તોડી રહ્યા હતા. તેઓ યુવાનોના જીવ સાથે રમતા હતા. દીકરી અને બિઝનેસમેનની સલામતી જોખમમાં હતી. વિકાસ અટકી ગયો હતો.
સીએમ યોગીએ કહ્યું, ’પાકિસ્તાનની વસ્તી ૨૩થી ૨૪ કરોડ છે. પીએમ મોદીએ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને તેમને સુખી જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે. પાકિસ્તાનની વસ્તી કરતા વધુ લોકો અહીં ગરીબીમાંથી બહાર આવ્યા છે. પાકિસ્તાનના ગુણગાન ગાનારાઓને કહો કે જો તમે પાકિસ્તાનને આટલો પ્રેમ કરો છો તો ભારતમાં બોજ કેમ બની રહ્યા છો, પાકિસ્તાન જાઓ અને ત્યાં પણ વાટકો લઈને ભીખ માગો.
સીએમ યોગીએ કહ્યું, ’ભારત ગઠબંધનના લોકો ધમકી આપે છે, કહે છે કે પાકિસ્તાન વિરુદ્ધ ન બોલો, તેમની પાસે એટમ બોમ્બ છે. અમે કહ્યું, શું આપણો એટમ બોમ્બ ફ્રિજમાં રાખવા માટે બનાવવામાં આવ્યો છે? તેમણે કહ્યું શું રામભક્તો પર ગોળીબાર કરનારાઓ ભારત પર રાજ કરશે? શું આપણે હિન્દુઓના હત્યારાઓને સત્તા સોંપીશું? આ પાપ ક્યારેય ન થવું જોઈએ.