જૂનાગઢની કોલેજના બે રૂમ પાર્ટનર બન્યા અછોડાતોડ, લૂંટફાટ કરીને ગોવા જઈને મોજશોખ કર્યા !

જૂનાગઢ, જૂનાગઢની કોલેજમાં અભ્યાસ કરતા બે રૃમ પાર્ટનર છે. બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા બે રૃમ પાર્ટનર અછોડા તોડીને ફરવા ઉપડી જવાનું સામે આવ્યું છે. આ બંને જણાએ અનેક જગ્યાએ લૂંટફાટ કરતા હોવાની માહિતી મળી છે. વડોદરા પોલીસની તપાસ દરમિયાન અનેક સ્થળોએ અછોડા લૂંટનાર બંને આરોપીઓની પૂછપરછમાં સેંકડો ગુનાઓ નો ભેદ ઉકેલાયો છે.

બનાવની વિગતો જોઈએ તો, આજવા રોડ સરદાર એસ્ટેટ વિસ્તારની સોસાયટીમાં બાઇક પર બે યુવકો શકમંદ હાલતમાં ફરી રહ્યા હોવાની માહિત મળતાં ક્રાઇમ બ્રાન્ચના ટીમો જુદીજુદી સોસાયટીઓમાં ફરી વળી હતી.જે દરમિયાન એક સોસાયટીમાંથી પોલીસને જોઇ ભાગવા જતા બે બાઇક સવારનો પોલીસે પીછો કરી બંનેને ઝડપી પાડયા હતા.પોલીસની તપાસમાં આ આરોપીઓ જૂનાગઢની કોલેજમાં અભ્યાસ કરતા બે રૃમ પાર્ટનર છે. વૈભવ જાદવ અને ભાવિન ચાંડયા જૂનાગઢની કોલેજમાં બીએસસી અને બીબીએનો અભ્યાસ કરતા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આ આરોપીઓની પુછપરછ કરતા સેંકડો ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. તેમણે જૂનાગઢ,રાજકોટ,કેશોદ જેવા સ્થળોએ ૯ ગુના આચર્યા હતા. જ્યારે વૈભવે સુરત ખાતે જઇ બાઇક ચોરીને અછોડા તોડયા હોવાની વિગતો ખૂલી હતી. વૈભવ સામે ૧૫ અને ભાવિન સામે ૧૦ જેટલા ગુના નોંધાયેલા છે.

આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપી પાસેથી પોલીસે ત્રણ અછોડા,બે બાઇક અને બે મોબાઇલ કબજે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.