લુણાવાડા,
આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. મહીસાગર જિલ્લાની ત્રણ વિધાનસભા પૈકીની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પરથી જીજ્ઞેશભાઈ સેવકને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આજે જીગેંશભાઈ સેવક દ્વારા શુભ મુહૂર્તમાં પ્રાંત કચેરી લુણાવાડા ખાતે પોહચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા પહેલા મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકરોએ રેલી અને સભા યોજી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા લુણાવાડા શહેર ખાતેના નંદન આર્કેટ ખાતે પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી. જેમાં મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસી કાર્યકર્તા રાયસિંગજી અને વિજયભાઈ આઠવલે સાથે, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, મહંત અરવિંદગિરી, શહેર ભાજપ પ્રમુખ હિમાંશુભાઈ શાહ, લુણાવાડા પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, સહિત ભાજપના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા અને સભા યોજાઈ હતી ત્યારે બાદ નંદન આર્કેટ ખાતેથી મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકર્તાઓ સાથે ડીજેના તાલે રેલી યોજાઈ હતી. જે રેલી લુણાવાડા શહેરના ચરકોસીયા નાકા બસસ્ટેશન ચાર રસ્તા થઈ વરધરી રોડ પર થઈને મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં પ્રાંત કચેરીમાં જઈ શુભ મુહૂર્તમાં જીજ્ઞેશભાઈ સેવકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
બોક્ષ:- બીજેપીની ટીકીટ માગનાર મજબૂત નેતાઓ હાજર ન રહેતા કાર્યકરો મુંજાયા
ક્ષત્રિય સમાજના નેતા જુવાનસિંહ ચૌહાણ, સંજય બારીયા પાટીદાર સમાજના મજબૂત નેતા જે પી પટેલ પ્રો.હર્ષ દવે સહિત બીજેપીના અન્ય તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાના કોરિપોરેટરો હજાર ન રહેતા કાર્યકરો મુંજાયા હતા.