શહેરા પોલીસ મથકના લાંચમાં પકડાયેલ એ.એસ.ટી.ના નિયમીત જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

શહેરા,

શહેરા પોલીસ સ્ટેશન ના લાંચ માગતા પકડાયેલ એ.એસ.આઈ વજેસિંહ શકરાભાઈ બારીઆ ની બે દિવસ ની પોલીસ કસ્ટડી મંજૂર કરતી સ્પેશિયલ એ.સી.બી કોર્ટ.

સમગ્ર પંચમહાલ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર જગાવનાર એવા લાંચ લેવાના કિસ્સામાં પકડાયેલ શહેરા પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ વજેસિંહ શકરાભાઈ બારીઆ ને આજરોજ એ.સી.બી ના અધિકારી દ્વારા પંચમહાલ જિલ્લાના મહેરબાન સ્પેશિયલ કોર્ટ એ.સી.બી જે.સી.દોશી ની કોર્ટ માં રજુ કરવામાં આવેલા જ્યાં એ.સી.બી તરફથી આરોપી એ.એસ.આઈ ની પોલીસ કસ્ટડી ની માંગણી કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર ની દલીલો ને ધ્યાનમાં રાખીને આરોપી એ.એસ.આઈ ની બે દિવસ ની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે અને આ બનાવમાં બીજા કયા પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે તે અંગે તપાસ થશે તેવું લાગી રહ્યું છે.

ઉપરોક્ત ગુન્હા ના કામે આરોપી વજેસિંહ શકરાભાઈ બારીઆ એ પંચમહાલ જિલ્લાના મહેરબાન સ્પેશિયલ કોર્ટ એ.સી.બી અને પ્રિન્સીપાલ ડીસટીકટ જ્જ જે.સી.દોશી ની કોર્ટ માં નિયમિત જામીન અરજી દાખલ કરતાં તે અરજી ની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર ની વિગતવાર ની દલીલો તથા પોલીસ તપાસ ના કાગળો ને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા આરોપી ની નિયમિત જામીન અરજી નામંજૂર કરેલ છે.