ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બીમારીને પગલે નિધન

  • ગ્વાલિયરમાં અંતિમ સંસ્કાર થશે.

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. રાજમાતાને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બીમારીને પગલે હોસ્પિટલમાં રાજમાતા માધવી રાજેએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેઓ ૭૦ વર્ષના હતાં રિપોર્ટ અનુસાર આવતીકાલે ગ્વાલિયરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સિંધિયાની માતા છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ હતી.રાજમાતા માધવી રાજે સિંધિયાના અંતિમ સંસ્કાર ગ્વાલિયરમાં થશે. આ પહેલા આજે બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી તેમના પાથવ દેહને નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન ૨૭ સફદરજંગ રોડ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી તેમને અંતિમ સંસ્કાર માટે ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા.માતા રાજમાતા માધવી રાજે સિંધિયા મૂળ નેપાળના હતા. તેઓ નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધિત હતા. તેમના દાદા જુડ શમશેર બહાદુર નેપાળના વડાપ્રધાન હતા. તેણીના લગ્ન વર્ષ ૧૯૬૬માં માધવરાવ સિંધિયા સાથે થયા હતા.

માધવી રાજે સિંધિયાએ દિલ્હી એમ્સમાં આજે સવારે ૯.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મોતના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગ્વાલિયરના મહેલમાં પણ મૌન છવાઇ ગયો હતો ગ્વાલિયર રાજવી પરિવાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. કોવિડ સમયગાળા તેમણે ફેફસામાં ચેપની ફરિયાદ કરી હતી. જેની સારવાર ચાલુ હતી. ફેંફસામાં ઇન્ફેકશનને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુના લોક્સભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા સિંધિયા પરીવાર હોસ્પિટલ પંહોચ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી રાજમાતાની તબિયત સતત બગડી રહી હતી. તે એમ્સમાં વેન્ટિલેટર પર હતાં. તે સેપ્સિસની સાથે ન્યુમોનિયાથી પીડિત હતી. છેલ્લા કેટલાક દિવસોમાં રાજમાતાની તબિયત વધુ બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાજમાતાના નિધન બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. જે બાદ ગુરુવારે અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજમાતાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાએ અને વિવિધ રાજકીય આગેવાનોએ ઉડા શોકની લાગણી વ્યકત કરી છે. મધ્યપ્રદેશના સીએમ ડો. મોહન યાદવે ગ્વાલિયરના રાજમાતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઠ માં લખ્યું- ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના આદરણીય માતા માધવી રાજે સિંધિયાના નિધનના હૃદયદ્રાવક સમાચાર મળ્યા. માતા એ જીવનનો આધાર છે, તેમનું મૃત્યુ એ જીવનની અપુરતી ખોટ છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત પુણ્યશાળી આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારના સભ્યોને આ ઊંડું દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

રાજ્યના સાંસ્કૃતિક પ્રવાસન ધાર્મિક ટ્રસ્ટ અને એન્ડોમેન્ટ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ ટ્વિટ કરીને રાજમાતા માધવી રાજે સિંધિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું – કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જીના આદરણીય માતા માધવી રાજે સિંધિયા જીના નિધનના દુ:ખદ સમાચાર મળ્યા. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાજમાતા સિંધિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઠ- માં લખ્યું છે કે દિવંગત માધવ રાવ સિંધિયાની પત્ની અને જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ અને પીડાદાયક છે. હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને સિંધિયા પરિવારને આ અપાર નુક્સાન સહન કરવાની શક્તિ આપે.