- બેનર્જીની નાગરિક્તા સુધારા કાયદાનો વિરોધ કરવા અને તેમની મત બેંકને ખુશ કરવા માટે ’ઘૂસણખોરોના સમર્થનમાં રેલીઓ કાઢવા’ માટે ટીકા કરી.
કોલકતા, લોક્સભા ચૂંટણીના પ્રચાર વચ્ચે અમિત શાહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લઈને મોટું નિવેદન આપ્યું છે.પીઓકેમાં ચાલી રહેલા હિંસક વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે,પીઓકે ભારતનો એક ભાગ છે અને અમે તેને મેળવીને જ રહીશું. તેમણે એમ પણ કહ્યું કે, આજે ભારતીય કાશ્મીરમાં નહીં પણ પીઓકેમાં પથ્થરમારો થઈ રહ્યો છે. શ્રીરામપુરમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ એક સમયે અશાંત કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હવે વિરોધ અને આઝાદીના નારાઓથી ગુંજી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, સરકારે ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ હવે અમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિરોધ જોઈ રહ્યા છીએ. પહેલા અહીં આઝાદીના નારા સંભળાતા હતા હવે એ જ નારા પીઓકેમાં સંભળાય છે. પહેલા અહીં પથ્થરમારો થતો હતો હવે પીઓકેમાં પથ્થરબાજી થઈ રહી છે.પીઓકે પર કબજો કરવાની માંગને સમર્થન ન આપવા બદલ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું, મણિશંકર ઐયર જેવા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, આવુ ન કરવું જોઈએ કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે, તે ભારતનો એક ભાગ છે અને અમે તેને (પીઓકે) લઈશું.
અમિત શાહે કહ્યું કે વર્તમાન લોક્સભા ચૂંટણી એ ઇન્ડિયા ગઠબંધનના ભ્રષ્ટ નેતાઓ અને પ્રામાણિક રાજકારણી નરેન્દ્ર મોદી વચ્ચે પસંદગી કરવાની ચૂંટણી છે. મોદી મુખ્યપ્રધાન અને વડા પ્ધાન હોવા છતાં તેમના પર ક્યારેય એક પૈસો પણ આરોપ લાગ્યો નથી. તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળને નક્કી કરવાનું છે કે તે ઘૂસણખોરો ઈચ્છે છે કે, શરણાર્થીઓ માટે નાગરિક્તા સંશોધન કાયદો . બંગાળે નક્કી કરવાનું છે કે, તેમણે જેહાદને મત આપવો છે કે વિકાસને મત આપવો છે.
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પણ સીએએના સમર્થનમાં વાત કરી હતી. ગૃહ પ્રધાને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની નાગરિક્તા સુધારા કાયદાનો વિરોધ કરવા અને તેમની મત બેંકને ખુશ કરવા માટે ’ઘૂસણખોરોના સમર્થનમાં રેલીઓ કાઢવા’ માટે ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે, ભાજપના દિગ્ગજ નેતાઓ સતત પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. હવે અમિત શાહે પીઓકેનો મુદ્દો ઉઠાવીને વિપક્ષને ઘેરી લીધા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોંઘવારી મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના પર લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસ ગોળીઓ પણ ચલાવી રહી છે.
કેન્દ્રીય મંત્રી અને બેગુસરાય લોક્સભા સીટ પરથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દેશ છોડીને ભાગી જવાના છે. તેમને દેશ પ્રત્યે કોઈ પ્રેમ નથી. આ વખતે તેમને ગત વખત કરતા ઓછી બેઠકો મળશે અને તેઓ ઇન્ડિયા ગઠબંધન તૂટી પડશે.
ગિરિરાજ સિંહે કહ્યું કે જે રીતે આ લોકો ભારતને તોડવાની અને લોકોની સંપત્તિ છીનવી લેવાની વાત કરી રહ્યા છે. મને લાગે છે કે આ મા-દીકરાને દેશ માટે કોઈ પ્રેમ નથી. તેમને ૪૦થી ઓછી બેઠકો મળશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પોતાને પછાત વર્ગના શુભચિંતક તરીકે રજૂ કરતા રાહુલ ગાંધી અને લાલુ યાદવે કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસીનો દરજ્જો આપીને પછાત વર્ગના આરક્ષણને ખતમ કરી દીધું છે. ભવિષ્યમાં તેઓ દેશને ઈસ્લામિક રાજ્ય બનાવવા માંગે છે.
મમતા બેનર્જી પર પ્રહાર કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે મમતા બેનર્જી બંગાળને મુસ્લિમ રાજ્ય બનાવવા માંગે છે. છેલ્લી ચૂંટણીઓમાં, તેના મંત્રીઓ પત્રકારોને ‘મિની પાકિસ્તાન’ બતાવતા હતા, જેનો અર્થ છે કે તે પશ્ચિમ બંગાળને ‘મિની પાકિસ્તાન’ બનાવવા માંગે છે. ‘ભારતનું પાકિસ્તાન’ જ્યારે અમારી સરકાર બનશે, ત્યારે એનઆરસી સીએએ યુસીસી અને વસ્તી નિયંત્રણ લાગુ કરવામાં આવશે અને ‘કિમ જોંગ’ જેવી તેમની સરમુખત્યારશાહીનો અંત આવશે. વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પંડિત જવાહર લાલ નેહરુએ હિંદુઓ સાથે દગો કર્યો હતો. જ્યારે આપણે ૪૦૦ પ્લસ થઈ જઈશું, ત્યારે આપણે વિકાસ અને કાશી, મથુરા અને અયોધ્યા જેવા આપણા વારસાને નવી ઊંચાઈએ લઈ જઈશું.