ઘોઘંબાના રવેરી ગામેથી 26 હજારના ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના રવેરી ગામે રહેતા ઈસમ પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂ રાખી ધંધો કરતો હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી પ્લાસ્ટીક કવાટરીયા નંગ-264 કિંમત 26,400/-રૂપીયા સાથે ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘંબા તાલુકાના રવેરી ગામે રહેતા બળદેવભાઈ ઉર્ફે બલો જીતેશભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખીને ઘંઘો કરતા હોય તેવી બાતમીના આધારે રેઈડ કરી ધરમાં રાખેલ ઈંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-264 કિંમત 26,400/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.