
મુંબઈ, આજે સુશાંત સિંહ રાજપૂતની ડેથ એનિવર્સરી છે. તેણે ૧૪ મે ૨૦૨૦ના રોજ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આજે તેની ૫મી પુણ્યતિથિ છે. તે ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર હતો. ખૂબ જ ઓછા સમયમાં તેણે પોપ્યુલારિટી હાંસલ કરી લીધી હતી. ‘એમ.એસ.ધોની’, ‘છિછોરે’, ‘કાયપો છે’ સહિત સુપરહિટ અને બ્લોકબાસ્ટર ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યું છે. તેણે મનોજ બાજપેયી સાથે ‘સોનચિરિયા’માં કામ કર્યું હતું. ‘સોનચિરિયા’ના શૂટિંગ દરમિયાન મનોજ અને સુશાંતે લાંબો સમય સાથે વિતાવ્યો હતો. બંને એક જ રાજ્ય બિહારમાંથી આવતા હોવાથી તેમની વચ્ચે સારું બૉન્ડિંગ હતું.
મનોજ બાજપેયીએ સિદ્ધાર્થ કન્નન સાથે ઈન્ટરવ્યુમાં વાતચીત કરીને સુશાંત સિંહ સાથે વિતાવેલી પળોને યાદ કરી છે. મનોજે કહ્યું કે, સુશાંત ઘણીવાર તેમની પાસેથી સલાહ લેતો હતો. મનોજે તેને એમ પણ સલાહ આપી હતી કે, કેવી રીતે પ્રોડ્યુસર્સ સાથે ડિલ કરી શકાય. તેણે કહ્યું કે, બ્લાઇન્ડ આટકલ્સ ((બનાવટી, નેગેટિવ અથવા રૂમર્સ) થી સુશાંત ખૂબ જ ઇનસિક્યોર થઈ જતો હતો.
મનોજ બાજપેયી કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ પરેશાન રહેતો હતો. તેનું વ્યક્તિત્વ ખૂબ સારું હતું, તેથી જ તે બધી બાબતોથી પ્રભાવિત રહેતો હતો. મનોજે કહ્યું કે, સુશાંત અવારનવાર મારી પાસે આવતો હતો અને આ બધી વાતોને હળવાશ કેવી રીતે લેવી તે શીખતો હતો. હું તેને કહેતો કે, આવી ફાલતુની વાતોને યાનમાં લેવાની કોઈ જરૂર નથી. કારણ કે હું પહેલા પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો છું. હું મારી વિરુદ્ધ લખાયેલા આટકલ્સનો ભોગ બન્યો છું
મનોજ બાજપેયીએ સુશાંતને ઈન્ડસ્ટ્રીના પાવરફુલ લોકોને હેન્ડલ કરવાની વાત કરી છે. મનોજ મજાકિયા મૂડમાં તેણે કહેતો કે, જે પાવરમાં છે કે, જેમની ફિલ્મો ચાલે છે તેમને તે પોતાની રીતે હેન્ડલ કરે છે. જો કે, તેમની આ વાત સાંભળીને સુશાંત હસતો હતો. મનોજે એ પણ ખુલાસો કર્યો કે, સુશાંતના મૃત્યુના ૧૦ દિવસ પહેલા જ બંનેએ વાત કરી હતી.
મનોજે કહ્યું કે, સુશાંતે તેમના હાથની બનાવેલી મટન કરી ખૂબ જ પસંદ હતી. જ્યારે બંનેએ છેલ્લીવાર વાતચીત કરી હતી, ત્યારે સુશાંતે મનોજ બાજપેયીને તેમના હાથથી બનાવેલી મટન કરી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ૧૦ દિવસ બાદ સુશાંતે દુનિયાને અલવિદા કહ્યું હતું.