રાજ્યમાં વીજળી ત્રાટકવાના બનાવમાં કુલ પાંચના મોત, નર્મદા જિલ્લામાં ૩નાં મોત

ગાંધીનગર, રાજ્યમાં ગઇકાલથી ફૂંકાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં રીતસરની તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના મોત થયા છે. તેમા એકલા ત્રણના મોત તો નર્મદા જિલ્લામાં જ થયા હતા.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના બે ગામોમાં વીજળી પડતા બે બાળકો સહિત ત્રણના મોત થયા હતા. દાભવણ ગામે વીજળી પડતા બે બાળકોના મોત થયા હતા. બેને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કુકરદા ગામે પણ વીજળી પડતા એકનું મોત થયું હતું.

રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુજાનગઢ ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. અરવલ્લીમાં બાઇક સવાર પર વીજળી પડતાં તેનું મોત થયું હતું. ખેતરમાં મહિલા પર વીજળી પડતા મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં વીજળી પડતા કેટલાક પશુઓના મોત થયા હતા. ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી હતી.

ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી બાજુએ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. તેમને ઉનાળુ પાકને લઈને ચિંતા છે. મંગળવારે પણ અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે.

વડોદરા જિલ્લામાં ડભાઈમાં વરસાદના લીધે ઊભા પાકને મોટાપાયે નુક્સાન ગયું છે. ડભોઈના વસઈ ગામે પાકને મોટું નુક્સાન થયું છે. ડાંગર અને જુવારનો પાક પલળી ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. ૧,૫૦૦ વીઘામાં વાવેલા જુવારના પાકને નુક્સાન થયું છે. ૨૦૦થી ૫૦૦ વીઘામાં ડાંગરને નુક્સાન થયું છે.