શહેરા,
શહેરા પોલીસ મથકના એ.એસ.આઈ. લાંચ લેવાના કિસ્સામાં એસીબી દ્વારા ઝડપી પાડવામાંં આવ્યા હતા. તેવા આરોપી દ્વારા કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરતાં સરકારી વકીલ દ્વારા દલીલો કરતાં નામદાર કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા પોલીસ મથકના એ.એસ.આઈ. વજેસિંહ શકરાભાઈ બારીયાને લાંચ લેવાના કિસ્સામાં એ.સી.બી. દ્વારા છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચમાં ઝડપાયેલ આરોપી પોલીસકર્મી દ્વારા નામદાર કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જામીન અરજી માટે સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારી વકીલ રાકેશ. એસ. ઠાકોર દ્વારા વિગતવાર દલીલો કરતાં પોલીસ તપાસના કાગળોને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીના નિયમિત જામીન અરજી નામંજુર કરવામાં આવી.