ઝાલોદ વિધાનસભા માં ડો.મિતેશભાઇ ગરાસિયા ને કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જાહેર કરવા માં આવતાં ઝાલોદ કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તા ઓ દ્ધારા મોટિ સંખ્યા માં વિરોધ કરવા માં આવેલ હતા અને તમામ કાર્યકર્તા ઓ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય દાહોદ ખાતે સામુહિક રાજીનામાં મુકવા ગયેલ હતા તે સમયે પ્રદેશ નેતૃત્વ દ્ધારા જાણ કરવા માં આવેલ હતી કે આવતી કાલે આપ સૌ આંણદ ખાતે આવો ત્યાં સાવલી ખાતે કોંગ્રેસ પક્ષ ના મુખ્ય જવાબદાર આગેવાનો ઉપસ્થિત રહેનાર હોઇ તમારી રજુઆત સાંભળવા માં આવશે.જે બાબતે ઝાલોદ કોંગ્રેસ ના તમામ આગેવાન કાર્યકર્તા ઓ સાવલી મુકામે જઇ પ્રદેશ કોંગ્રેસ ના મુખ્ય આગેવાનો ને મળી ને ઝાલોદ વિધાનસભા ની વર્તમાન પરિસ્થિતિ અંગે રજુઆત કરેલ હતી.અને પ્રદેશ નેતૃત્વ એ ઘટતું કરવાની ખાતરી આપરલ હતી.પરંતુ આજદિન સુધી કોઇ નિર્ણય ન લેતાં તેમજ કાર્યકર્તા ઓના ફોન પણ રિસિવ ન કરતાં આજરોજ ઝાલોદ કોંગ્રેસ ના મુખ્ય આગેવાન કાર્યકર્તા ઓ સંજયભાઇ નિનામા દાહોદ જિલ્લા યુથ પ્રમુખ તેમજ દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશભાઇ ડામોર અને પ્રદેશ સેવાદળ સંગઠક દિનેશભાઇ પારગી .જિલ્લા કોંગ્રેસ મંત્રી દિનેશભાઇ ભાભોર.માજી ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઇ ડામોર.માજી દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ શોભનાબેન ડામોર. જિલ્લા પ્રભારી સુરેશભાઇ કિશોરી.તાલુકા સંયોજક ભરતભાઇ ભાભોર.સોસિયલ મિડીયા પ્રમુખ સુનિલભાઇ બારિયા.સતિશભાઇ બારિયા.સેમ્યુલભાઇ ચારેલ.સહિત તમામ આગેવાન કાર્યકર્તા ઓ એ પ્રદેશ નેતૃત્વ થી નારાજ થઇ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મુકેશભાઇ ડાંગી ને અપક્ષ અને કોંગ્રેસ પક્ષ નુ એમ બે ફોમ લેવડાવી જો પ્રદેશ નેતૃત્વ કોઇ યોગ્ય નિર્ણય નહિ લે તો મુકેશભાઇ ડાંગી ને અપક્ષ ઉમેદવાર તરીકે બહુમતી થી વિજેતા બનાવવા ના મક્કમ નિર્ણય સાથે ચુટણી અધિકારી પાસેથી ફોમ લિધેલ હતા અને તા.૧૬ નવેમ્બર ના રોજ ભારે સંખ્યા માં ઉમેદવારી ફોમ ભરવા માટેનુ નક્કી કરવા માં આવ્યું હતુ.
આ સાથે ઝાલોદ વિધાનસભા ના ૩૮ તાલુકા પંચાયત અને ૯ જિલ્લા પંચાયત ના સંયોજકો/સહ સંયોજકો/કન્વિનરો/સહ કન્વિનરો અને સેલ/ ડિપાર્ટમેન્ટ ના તમાન પ્રમુખો અને આગેવાન કાર્યકર્તા ઓ એ ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી ને જાહેર કરેલ ઉમેદવાર ને બદલવા માં નહી આવે તો આ અમારા રાજીનામાં ઉપલા લેવલે મોકલી આપવા આગોતરાં રાજીનાંમા મુકિ દિધેલ હતાં.