બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના પાંડવા ગામ ખાતે ટીંબા રોડ પર આવેલા ડુંગર ખોદીને ગેરકાયદે બાંધકામ કરનાર ઈસમ સામે તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા.
પાંડવા સીમમાં ટીંબાના મુવાડા જવાના રસ્તા પર જીઈબી સબસ્ટેશનની સામેની બાજુમાં સરકારી જમીનમાં ડુંગર પર ભીખાભાઈ ખાનાભાઈ માયાવંશીએ ગેરકાયદે જમીન પર કબ્જો કરી ગેરકાયદે માટી કાઢી વેચાણ કર્યુ હતુ. જે સંદર્ભે બાલાસિનોર નાયક કલેકટરને લેખિતમાં અરજી કરાઈ હતી. જે સંદર્ભે પાંડવા ગામના તલાટી અને વહીવટદાર દ્વારા સ્થળ તપાસ કરી પંચકયાસ કરાયો હતો. જેમાં ડુંગર ખોદીને 88 મીટર લંબાઈ અને 22 મીટર પહોળાઈ તેમજ પાકુ બાંધકામ કરાયુ હોવાનુ જણાતા ગેરકાયદેસર કબ્જો કરનારને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરાઈ હતી.