બિહારના પૂર્વ ડેપ્યુટી CM અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું AIIMSમાં સારવાર દરમિયાન નિધન થયું.

બિહારના પૂર્વ ડેપ્યુટી CM સુશીલ મોદીના પાર્થિવ દેહને મંગળવારે બપોરે લગભગ 2.20 વાગ્યે દિલ્હીથી પટના એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અંતિમ દર્શન માટે પાર્થિવદેહને ફૂલોથી શણગારેલી પોલીસ વાનમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો.સુશીલ મોદીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે RSS કાર્યાલય લાવવામાં આવ્યો છે. આ પછી તેમને ભાજપ કાર્યાલય લઈ જવામાં આવશે. સાંજે દીઘા ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

​​​​​​બિહારના પૂર્વ ડેપ્યુટી CM અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું સોમવારે સાંજે દિલ્હી AIIMSમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ 72 વર્ષના હતા. છેલ્લા કેટલાક સમયથી તેમને ગળાની કેન્સરની બીમારી હતી. સુશીલ મોદીનો​ પાર્થિવદેહ પટના લવાયો છે.સુશીલે ગળામાં દુખાવાની ફરિયાદ પર લગભગ 7 મહિના પહેલાં ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી તેઓ દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ હતા.

તેમણે 3 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર તેના કેન્સર વિશે માહિતી આપી હતી. જેમાં લખ્યું હતું કે, ‘હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે લડી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે.સુશીલ મોદીના નિધનના સમાચાર ફેલાતા જ બિહાર સહિત દિલ્હીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાષ્ટ્રપતિ, પીએમ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, આરજેડી સુપ્રીમો લાલુ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બિહાર ભાજપે આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.

સુશીલ કુમાર મોદીનું નિધન

બિહારના રાજકારણમાં સુશીલ મોદીની એક અલગ ઓળખ હતી. મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે તેમની જોડી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ બીમારીના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી રાજકારણથી દૂર હતા. તેણે પોતે કેન્સર સામે લડવાની વાત કરી હતી.

બિહાર બીજેપી માટે મોટો ફટકો

લોકસભાની ચૂંટણી વચ્ચે સુશીલ કુમાર મોદીનું નિધન બિહાર બીજેપી તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ માટે એક મોટો ફટકો છે. પાર્ટીમાં તેમની સક્રિયતા ખાસ રહી છે. ડેપ્યુટી સીએમ ઉપરાંત તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમના ત્રણ દાયકાના જાહેર જીવનમાં તેઓ રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ અને વિધાનસભા સહિત ચારેય ગૃહોના સભ્ય રહ્યા હતા.