દાહોદમાં વંટોળિયા સાથે વરસાદ : ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મકાનના છાપરા ઉડ્યા, લોકોએ ગરમીમાં રાહત અનુભવી

દાહોદ, દાહોદ જીલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વંટોળિયા સાથે છૂટા છવાયા વરસાદના અમી છાંટણા પડ્યા હતા.

દાહોદ જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદના અમીછાટણા પહેલા ભારે પવન ફુકાયો હતો. ભારે પવનના કારણે વંટોળ જોવા મળ્યા હતા. વાવાઝોડુ ફુકાતા ગ્રામ્ય પંથકમાં મકાન પતરા ઉડી જવાની ઘટનાઓ પણ બની હતી. હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. સવારના 9 વાગ્યાથી જ ગરમીનો પારો ચઢી રહ્યો છે. દાહોદ જીલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોચ્યો છે. ત્યારે આજે બપોરના સમયે દાહોદ જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને વાવાઝોડા સાથે આકાશ વાદળોથી ઘેરાયેલુ જોવા મળ્યું હતું. આકાશમાં વરસાદી વાદળોની ફોજ ઉતરતા દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વાવાઝોડા સાથે આકાશ વાદળોથી ઘેરાયેલુ જોવા મળ્યું હતું. આકાશમા વરસાદી વાદળોની ફોજ ઉતરતા દાહોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના અમી છાંટણા થયા હતા. વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પલળી ગયા હતા. લીમડી નગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.