મોઢ સમાજનું ગૌરવ

દાહોદ, મોઢ સમાજના શોર્ય ધર્મેશકુમાર લાલપુરીયાએ માર્ચ-2024માં લેવાના એસએસસી બોર્ડની પરીક્ષામાં 578 ગુણ મેળવી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં ચોથો નંબર પ્રાપ્ત કર્યો. જે સમાજ માટે ગૌરવ લઈ શકાય જેના માટે સમાજના અગ્રણીઓ, સગા સંબંધીઓ, પરિવારના સભ્યોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.