ગોધરા રેલ્વે સ્ટેશન બી કેબીન પાસે 35 વર્ષીય અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

ગોધરા, ગોધરા રેલ્વે સ્ટેશનની બી કેબીન પાસે અપરેલ્વે લાઇન પાસે અજાણ્યા 35 વર્ષીય પુરૂષનું કુદરતી રીતે મરણ ગયેલ મૃતદેહ મળી આવતાં આ બાબતે ગોધરા રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા રેલ્વે સ્ટેશન પાસે 10 મે 2024ના રોજ રેલ્વે બી કેબીન પાસે કોઇ અજાણ્યા 35 વર્ષીય અજાણ્યા પુરૂષનો કુદરતી રીતે મરણ ગયેલ મૃતદેહ મળી આવ્યો. મરણજનાર મૃતકના વાલીવારસો મળી આવ્યા ન હતા. મૃતક અજાણ્યા 35 વર્ષીય યુવાન પાતળા બાંધાનો શરીરે મહેદી કલર આખી બાયનું શર્ટ તથા કમરે કેશરી કલરની ચાદર ઓમ રામ કૃષ્ણ લખેલ છે. જે કોઈ વાલીવારસોએ ગોધરા રેલ્વે પોલીસનો સંપર્ક કરવો.