ગોધરા ડોડપા તળાવમાં 24 વર્ષિય યુવાનનુ ડુબી જવાથી મોત

ગોધરા, ગોધરા શહેરના ડોડપા તળાવમાં 24 વર્ષના યુવાનનુ ડુબી જવાથી મોત નીપજયું હતુ.

ગોધરાના ડોડપા તળાવ વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિર પાસે રહેતો 24 વર્ષિય યુવાન ડોડપા તળાવમાં મોત નીપજવા પામ્યુ હતુ. ધટનાની જાણ થતાં યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ધટનાને લઈ શહેર બી-ડીવીઝન પોલીસે અકસ્માત મોત અન્વયે ફરિયાદ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી હતી.