ગોધરા જી.આઈ.ડી.સી.માં આવેલ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી લાખોની ચોરી કરતા તસ્કર

ગોધરા,ગોધરા જીઆઈડીસીમાં આવેલી દવાઓ બનાવવાની કંપનીને તસ્કરોએ નિશાન બનાવીને રૂ.4 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

શહેરના બામરોલી રોડ પર આવેલ વૈભવ સોસાયટીમાં રહેતા રમેશભાઈ સોમાભાઈ પટેલી બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગોધરા જીઆઈડીસીમાં તેમની ઝિબ્રાન ફાર્માસ્યુટિકલ પ્રા.લિ.નામની કંપની આવેલ છે. ગત તા.4ના સવારે તેમની કંપનીમાં કામ કરતા ગોવિંદભાઈ પટેલે તેમને ફોન કરીને જણાવ્યુ હતુ કે,આપણી કં5નીમાં ચોરી થઈ છે. જેથી તેઓ તરત કં5નીમાં દોડી ગયા હતા. જયાં જઈને જોતા કંપનીના કમ્પાઉન્ડના દરવાજાનુ લોક તુટેલુ હતુ. જે બાદ અંદર જઈને જોતા કંપનીની બહારની તરફ દિવાલ ઉપર લગાવેલ એ.સી.પ્લાન્ટના કુલ 9 ક્ધડેન્શન, એક એરકોમ્પ્રેશરની મોટર, બે એરહેડેલીંગ સિસ્ટમની મોટર, 40કિ.ગ્રા.કોપર પાઈપ, 130 મીટર કોપરના વાયર મળીને કુલ 2.30 લાખ સહિત રૂ.4 લાખની મત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જે ધટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી હતી.