
માનવરહિત યુએસ મિલિટરી સ્પેસ પ્લેન શનિવારે તેનું છઠ્ઠું મિશન પૂરું કરીને પૃથ્વી પર પાછું ફર્યું. આ વિમાને તેની ભ્રમણકક્ષામાં રેકોર્ડ ૯૦૮ દિવસ પસાર કર્યા. આ વિમાન વિજ્ઞાનના પ્રયોગ માટે આટલા દિવસો સુધી અવકાશની કક્ષામાં હતું. તેનું અગાઉનું મિશન ૭૮૦ દિવસ સુધી ચાલ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
બોઇંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એરક્રાટના ડેવલપર જિમ ચિલ્ટને જણાવ્યું હતું કે ઠ-૩૭મ્એ ૨૦૧૦માં તેના પ્રથમ લોન્ચ બાદ અનેક રેકોર્ડ તોડ્યા છે. આનાથી આપણા દેશને નવી અવકાશ તકનીકોનું ઝડપથી પરીક્ષણ અને સંકલન કરવાની અજોડ ક્ષમતા મળી છે. આ પ્રથમ વખત છે જ્યારે સ્પેસ પ્લેન સવસ મોડ્યુલ તરીકે કામ કરે છે.
સુરક્ષિત ઉતરાણ સુનિશ્ચિત કરવા માટે ભ્રમણકક્ષામાંથી બહાર આવતા પહેલા જ મોડ્યુલને વાહનમાંથી અલગ કરવામાં આવ્યું હતું. આ અવકાશ વિમાને નેવલ રિસર્ચ લેબોરેટરી, યુએસ એરફોર્સ એકેડમી અને અન્ય લોકો માટે પ્રયોગો કર્યા હતા. પ્રયોગોમાં ફાલ્કનસેટ-૮ નામનો ઉપગ્રહ હતો, જે યુએસ એર ફોર્સ રિસર્ચ લેબોરેટરી સાથે ભાગીદારીમાં એકેડેમી કેડેટ્સ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યો હતો. તે ઓક્ટોબર ૨૦૨૧ માં તૈનાત કરવામાં આવ્યું હતું.
એકસ ૩૭ બી અત્યાર સુધીમાં ૧.૩ અબજ માઈલથી વધુ ઉડાન ભરી ચૂક્યું છે અને કુલ ૩૭૭૪ દિવસ અવકાશમાં વિતાવ્યા છે. બીજા પ્રયોગે બીજ પર લાંબા ગાળાના અવકાશના સંપર્કની અસરોનું મૂલ્યાંકન કર્યું. સ્પેસ ઓપરેશન્સના ચીફ જનરલ ચાન્સ સાલ્ટ્ઝમેને જણાવ્યું હતું કે આ મિશન સ્પેસ ફોર્સના ફોક્સને હાઇલાઇટ કરે છે અને એર ફોર્સ વિભાગની અંદર અને બહાર અમારા ભાગીદારો માટે અવકાશમાં ઓછા ખર્ચે પહોંચનો વિસ્તાર કરે છે.
ગયા મહિને, યુએસ સ્પેસ એજન્સીએ જાહેરાત કરી હતી કે તે આવતા વર્ષે ઓક્ટોબરમાં સાયક મિશન લોન્ચ કરશે. વોશિંગ્ટનમાં નાસાના સાયન્સ મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર થોમસ ઝુબરચેને જણાવ્યું હતું કે, સાયકમાંથી શીખેલા પાઠ અમારા સમગ્ર મિશન પોર્ટફોલિયોમાં લાગુ કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં મિશન ડેવલપમેન્ટ સમસ્યાઓને કારણે સાયકે તેનો ૨૦૨૨નો આયોજિત લોન્ચ પિરિયડ ચૂકી ગયો હતો. આ પછી ૨૦૨૩ માં સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે મિશન આ મુદ્દાઓને ઉકેલવામાં સક્ષમ હશે કે કેમ તે અંગેની આંતરિક સમીક્ષા કરવામાં આવી હતી.