મુંબઇ,\ આઈપીએલ ૨૦૨૪માં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. વર્તમાન સિઝનમાં શનિવાર (૧૧ મે) સુધી ૬૦ મેચ રમાઈ ચુકી છે. જોવા જઈએ તો હવે લીગ તબક્કામાં માત્ર ૧૦ મેચ જ બાકી છે, પરંતુ હજુ પણ ૭ ટીમો પ્લેઓફની રેસમાં છે. શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતા નાઈટ રાઈડર્સે જ પ્લેઓફમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી ચુકી છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ચુકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પછી ૧૬ પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ ટીમ છે, ત્યારબાદ ૧૪ પોઈન્ટ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ત્રીજા સ્થાને છે. એના પછીની ત્રણ ટીમોના ૧૨-૧૨ પોઈન્ટ છે, જ્યારે બે ટીમોના ૧૦-૧૦ પોઈન્ટ છે. ચાલો પ્લેઓફના સમીકરણ પર એક નજર કરીએ…
કોલકાતા નાઈટ રાઈડર્સ : બે વખતની ચેમ્પિયન દ્ભદ્ભઇ સત્તાવાર રીતે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. દ્ભદ્ભઇએ ૧૨માંથી ૯ મેચ જીતી છે અને ૧૮ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો દ્ભદ્ભઇ બાકીની બેમાંથી એક મેચ જીતે છે તો તે ચોક્કસપણે ટોપ-૨માં રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સની બાકીની મેચો, ૧૩ મેએ ગુજરાત ટાઇટન્સ સામે અને ૧૯ મેએ રાજસ્થાન રોયલ્સ સામે રમાવાની છે.
રાજસ્થાન રોયલ્સ: ૨૦૦૮ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ હાલમાં ૧૧ મેચમાં ૧૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. જો કે તેની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. રાજસ્થાન રોયલ્સથી નીચે ચાર ટીમો એવી છે, જેમના ૧૨-૧૨ પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સે પોઈન્ટ ટેબલમાં ટોપ-૨માં રહેવા માટે તેની છેલ્લી ત્રણ મેચમાંથી બે મેચ જીતવી પડશે. રાજસ્થાન રોયલ્સની બાકીની મેચો, ૧૨ મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે, ૧૫ મેએ પંજાબ કિંગ્સ સામે અને ૧૯ મેએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાવાની છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ : સનરાઈઝર્સ હૈદરાબાદના ૧૨ મેચમાં ૧૪ પોઈન્ટ છે. ન્જીય્ સામેની જીતથી તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ રન રેટ પણ પ્લસ (૦.૪૦૬)માં છે. જીઇૐની ગુજરાત ટાઇટન્સ સામેની આગામી મેચ ઘણી મહત્ત્વની છે. જો તે મેચ જીતી લે તો સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં એન્ટ્રી લગભગ પાક્કી થઈ શકે છે. સનરાઇઝર્સ હૈદરાબાદની બાકીની મેચો, ૧૬ મેએ ગુજરાત ટાઇટન્સ સામે અને ૧૯ મેએ પંજાબ કિંગ્સ સામે રમાવાની છે.
ચેન્નઈ સુપર કિંગ્સ : ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પાસે ૧૨ મેચમાં ૧૨ પોઈન્ટ છે. ગુજરાત ટાઇટન્સ સામેની હારથી ઝ્રજીદ્ભ ને ઝાટકો લાગ્યો છે. ઝ્રજીદ્ભની આગામી બે મેચો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે છે. પ્લેઓફમાં જવા માટે તેને આ બંને મેચ જીતવી પડશે. ઝ્રજીદ્ભ એક જીત સાથે પણ ક્વોલિફાય કરી શકે છે, પરંતુ તે સ્થિતિમાં ઇઝ્રમ્, દિલ્હી કેપિટલ્સ અને લખનૌને ઓછામાં ઓછી એક મેચ હારવી પડશે. ચેન્નઈ સુપર કિંગ્સની બાકીની મેચો, ૧૨ મેએ રાજસ્થાન રોયલ્સ સામે અને ૧૮ મેએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમાવાની છે.
દિલ્હી કેપિટલ્સ : ૧૨ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્લેઓફની રેસમાં બરકરાર છે. દિલ્હી કેપિટલ્સ પાસે હજુ બે મેચ છે અને તેણે આ બંને મેચ જીતવી પડશે. તેણે ઇઝ્રમ્ અને ન્જીય્ સાથે મેચ રમવાની છે. બે મેચ જીતવાથી પણ ક્વોલિફિકેશનની ગેરંટી નથી કારણ કે જો જીઇૐએ ન્જીય્ને હરાવી દીધી અને ઝ્રજીદ્ભ એ બાકીની બે મેચ જીતી લીધી, તો દિલ્હીની આશાઓ પર પાણી ફરી વળશે. દિલ્હી કેપિટલ્સની બાકીની મેચો, ૧૨ મેએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે અને ૧૪ મેએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાવાની છે.
લખનૌ સુપર જાયન્ટ્સ : લખનૌ સુપર જાયન્ટ્સના ૧૨ મેચમાં ૧૨ પોઈન્ટ છે. કેએલ રાહુલની ટીમે તેની બાકીની બંને મેચ જીતવી પડશે. જો લખનૌની ટીમ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સને હરાવી દે છે. પછી જો સનરાઇઝર્સ હૈદરાબાદ કે ચેન્નઈ સુપર કિંગ્સ બંને મેચ હારી જાય તો લખનૌ પ્લેઓફમાં પહોંચી જશે. લખનૌ સુપર જાયન્ટ્સની બાકીની મેચો, ૧૪ મેએ દિલ્હી કેપિટલ્સ સામે અને ૧૭ મેએ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાવાની છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ સામેની શાનદાર જીત બાદ પોઈન્ટ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી છે. હવે RCB ૧૦ પોઈન્ટ સાથે ૭મા સ્થાને છે. RCB એ હવે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમવાનું છે. આરસીબીને આ બંને મેચ જીતવી પડશે. ઉપરાંત, તેને પ્રાર્થના કરવી પડશે કે ઝ્રજીદ્ભ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ હારે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ હારે. ત્યાર બાદ જ RCB પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બાકીની મેચો, ૧૨ મેએ દિલ્હી કેપિટલ્સ સામે અને ૧૮ મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાવાની છે.
ગુજરાત ટાઇટન્સ : ગુજરાત ટાઇટન્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની જીત સાથે તેમની પ્લેઓફમાં એન્ટ્રીની આશા જીવંત રાખી છે. જોકે તેની પ્લેઓફમાં જવાની શક્યતાઓ ઘણી ઓછી છે. જો ગુજરાત તેની બાકીની બે મેચ જીતે તો તે ૧૪ પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતે પોઈન્ટ ટેબલમાં તેનાથી ઉપરની ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખવો પડશે. ગુજરાત ટાઇટન્સની બાકીની મેચો, ૧૩ મેએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અને ૧૬ મેએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાવાની છે.