સૂર્ય આગ ભભૂકી રહ્યો, મે મહિનામાં પારો ૪૦ને પાર

નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવામાનની પેટર્ન બદલાવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. આ પહેલા શુક્રવારે રાત્રે દિલ્હી-એનસીઆરમાં આંધી સાથે હળવા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. આ પછી શનિવારે દિવસભર આકાશ આંશિક વાદળછાયું રહ્યું હતું. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જે બાદ શનિવારે રાત્રે પણ વાતાવરણ ખુશનુમા રહ્યું હતું.

મે મહિનામાં જ દેશમાં આકરી ગરમી પડી રહી છે. સ્થિતિ એવી બની છે કે ચેન્નાઈમાં પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. તો પશ્ર્ચિમ રાજસ્થાન સહિત પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. સૌથી મોટી વાત એ છે કે જો આ રીતે ગરમી વધતી રહેશે તો માનવજીવન પર ખતરો વધી જશે. હીટવેવના કારણે માનવ જીવનનું જોખમ લગભગ ૧૫ ટકા વધી શકે છે. દેશમાં ગરમીની અસર યથાવત છે. હવામાન વિભાગે છત્તીસગઢ સહિત દેશના ૭ રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે જેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં બે દિવસ બાદ ગરમીની અસર જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં સૌથી વધુ ગરમી:

અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ ,દિલ્હી, કોલકાતા, મુંબઈ, શિમલા, વારાણસી , પુણે.