ફતેપુરાના કંથાગર ગામે 70 વર્ષીય વૃધ્ધ ઢળાવ પરથી ઉતરતા પડી જવાથી મોત નિપજ્યું

દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગરમાં 70 વર્ષીય વૃદ્ધ ઘરે પ્લાસ્ટર કરેલ ઢળાવ ઉપરથી ઉતરવા જતા અકસ્માતે પગ લપસતા નીચે પડી જતાં મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકાના કંથાગર ગામના મહાદેવ ફળીયામાં રહેતા ભીખાભાઈ રાવજીભાઈ બારીયા (ઉંમર વર્ષ 70) નાઓ ખેતીવાડી દ્વારા ઘરનું ગુજરાત ચલાવતા હતા. જેઓ શુક્રવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં પોતાના મકાન પાસે ઘરની બહાર આવેલ પ્લાસ્ટરના ઢળાવવાળા ભાગે ઉતરી પસાર થઈ રહ્યા હતા. તે વખતે અકસ્માતે પગ સ્લીપ ખાઈ જતાં પ્લાસ્ટર ઊપર નીચે પડી ગયાં હતા. ત્યારે શરીરે ગરમી પ્રસરી જતા અને દાંત ભીચાઇ જઇ બંને હાથ પગ જકડાઈ જતાં ઘરના સભ્યોએ પાણી પાવાની કોશિષ કરતા પાણી પણ નહીં પીતાં થોડીક જ વારમાં ભીખાભાઈ બારીયાનું પ્રાણ પખેરૂ ઉડી ગયું હોવા બાબતે મૃતક ભીખાભાઈ રાવજીભાઈ બારીયાની પુત્રી ગીતાબેન રાઠોડે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અકસ્માત મોત અન્વયે જાણવા જોગ નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.