ગરબાડના જાંબુઆ ગામે ફોન માંગવા બાબતે પાંચ ઈસમોએ ધિંગાણું મચાવ્યું

દાહોદ, દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જામ્બુઆ ગામે મોબાઈલ ફોન માગવા બાબતે થયેલ ઝઘડા તકરારમાં પાંચ ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં લાકડી વિગેરે લઈ દોડી આવી એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ગડદાપાટ્ટુનો તેમજ લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

ગરબાડાના જામ્બુઆ ગામે તેમજ બોરીયાલા દિવાનીયાવાડ ફળિયામાં રહેતાં અંકિતભાઈ ખુમાનભાઈ ભાભોર, રાનજભાઈ મોહનભાઈ ભાભોર, વજીયાભાઈ હસનાભાઈ ભાભોર, વિજયભાઈ હિમરાજભાઈ બાભોર તથા અગલેશભાઈ ચુનીયાભાઈ ગુંડીયાઓએ પોતાના ગામમાં રહેતાં ભાવીનભાઈ લલીતભાઈ પાસે ગયાં હતાં અને ભાવીનભાઈને કહેવા લાગેલ કે, તારો મોબાઈલ ફોન મને આપ, તેમ કહેતા ભાવીનભાઈએ કહેલ કે, મારી પાસે મોબાઈલ ફોન નથી, તેમ કહેતાં ઉપરોક્ત પાંચેય ઈસમો એકદમ ઉશ્કેરાયા હતાં અને બેફામ ગાળો બોલી રીટાબેન લલીતભાઈ મેડા, ભાવીનભાઈ તથા નરેશભાઈ રમસુભાઈ અમલીયારને ગડદાપાટ્ટુનો માર મારી, ભોરીયુ મારી તથા લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રીટાબેન લલીતભાઈ મેડાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.