બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના પાંડવા પ્રાગતિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા બે જોડિયા બાળકોને એસએસસી બોર્ડની પરીક્ષાના રીઝલ્ટ માં સરખા માર્ક અને સરખા પર્સન્ટેજ આવતા ખુદ શાળાના શિક્ષકો ચોકી ઉઠ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના પાંડવા ગામમાં આવેલી પ્રાગતિક વિદ્યાલયમાં પાંડવા ગામના સાહિલ ઇમરાનભાઈ શેખ અને સલમાન ઇમરાન ભાઈ શેખ નામના બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જેઓએ ધોરણ 10 ની પરીક્ષા સાથે આપી હતી. જ્યારે જ્યારે રીઝલ્ટ આવતા બંનેના 490 માર્ક સાથે 87.39 પર્સન્ટેજ સાથે ઉતીર્ણ થયા હતા. જ્યારે એકસરખા માર્ક આવતા શિક્ષકો સહિત શાળા અને ગામમાં પણ કુતુહલ સર્જાયું હતું.