શહેરા, શહેરા નગરપાલિકા દ્વારા વહેલી તકે પ્રિમોન્સૂન ની કામગીરી શરૂ કરવાની માંગ જાગૃત નગરજનો માંથી ઉઠી રહી હતી. જ્યારે પાલિકા દ્વારા શાન્તા કુંજ સોસાયટીમાં આ વખતે વરસાદી પાણી ભરાઈ નહીં એ માટેનું આયોજન કરે તે પણ જરૂરી છે.
શહેરા નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન ની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માંગ જાગૃત નગરજનો માંથી ઉઠી રહી છે. આ વખતે પાલિકા દ્વારા જે સોસાયટીઓમાં કે અન્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોય એ વિસ્તારમા સુંદર આયોજન કરવામાં આવે જેથી ચોમાસાની ઋતુમાં વરસાદ વરસેતો આ વિસ્તારના રહીશોને રાત્રી દરમિયાન ઉજાગરા કરવા પડે નહિ. જોકે, અણીયાદ ચોકડી વિસ્તારમાં પસાર થતા હાઇવે ઉપર કલ્યાણ કંપની દ્વારા બનાવવામાં આવેલા નવીન રસ્તાથી ગટરના કટ આઉટ ઘણી બધી જગ્યાએ પુરાઈ ગયેલ હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો અટકી શકે તેમ છે. જોકે, દર ચોમાસામાં પાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી કરવા છતાં અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી શાન્તાકુંજ સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય તેમ છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સંબંધિત તંત્ર સદતર નિષ્ફળ નીવડ્યું રહયું છે. આ વખતે પણ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેલી હોય ત્યારે સ્થાનિક અને સબંધિત તંત્રના ઉચ્ચઅધિકારીઓ આ ઉપરોકત બાબતને ધ્યાનમાં લઈને આ સમસ્યાનો અંત ચોમાસા પૂર્વે લાવવામાં આવે એવી આશા શાન્તાકુંજ સોસાયટીના રહીશો રાખી રહ્યા હતા. આગામી દિવસોમાં કમમોસમી વરસાદ થવાની આગાહી હવામાન ખાતું પણ કરતું હોય ત્યારે પાલિકા દ્વારા પોતાની નૈતિક ફરજ અહીં નિષ્ઠાપૂર્વક બજાવીને શાન્તાકુંજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો અંત લાવે એવી માંગ અહીંના રહીશો કરી રહ્યા હતા.
હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલ માટે ગટરમાં બનાવેલ કટ આઉટ પુરાઈ ગયેલ હોવા છતાં કલ્યાણ કંપની દ્વારા કોઈ જ ગંભીરતા લેવામાં આવી નથી.