સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા ધોરણ-10ના 8 સફળ વિધાર્થીઓ

ગોધરા, આજે આમ માનવી પોતાના માટે આટલી મોંઘવારીમાં પોતાના બાળકો માટે કેમ પહોચી વારતા હશે મસમોટી ફી આપી પોતાના બાળકને ભણાવી ગણાવી શકે છે, પરંતુ આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અનાથ બાળકો પોતાનું ગુજરાન કે શિક્ષણ કેવી રીતે મેળવતા હશે.

ગોધરાના ખ્યાતનામ એવા ડો. સુજાત વલીએ ગરીબ અને મધ્યમ વર્ગના અનાથ બાળકો માટે એક સંસ્થા બહારપૂરામાં ખોલવામાં આવી હતી. આ ક્લાસના મુસ્લિમ સમાજનો નામાંકિત મશહૂર ઉત્સાહિત એકતાના પ્રતિક શિક્ષક ઈમરાનભાઈને શીરે સોપવામાં આવી હતી.

સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લાં 14 વર્ષ થી ધો. 01 થી 10ના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ ક્લાસમાં 160 થી વધુ બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ લઈ રહ્યા છે. તેમાં અનાથ અને શિક્ષણથી વંચિત અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ સાંજે 6 કલાકે શરૂ કરવામાં આવે છે, તેમાં સૈકડો બાળકો શિક્ષણ મેળવી ખુબ જ આગળ નીકળી ગયા છે.

આજરોજ ધોરણ-10નું રિઝલ્ટ જાહેર ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામાં મફત શિક્ષણ કોચિંગ લેતાં ધોરણ-10ના 8 વિધાર્થીઓ સફળ થાય છે. જે (1) હરિજન રાધિકા વિજયભાઈ (2) ડાંગી ડિમ્પલ પ્રવિણભાઈ (3) પારંગી અંજલિ કલ્પેશભાઈ (4) ખાંબુ ટીશા ઈશ્ર્વરભાઈ (5) મેધવાળ મિલન ડાહ્યાભાઈ (6) વણજારા તુષાર ધનાજીભાઈ (7) મારવાડી જૈમિન અલ્પેશભાઈ (8) હરિજન યુવરાજ જયેશભાઈ વગેરે વિધાર્થીઓ મફત શિક્ષણ કોચિંગ ક્લાસમાં સફળ થાય છે. વાલી પારંગી જશીબેન જણાવ્યું હતું કે, હું કેટલાય વર્ષોથી બીજાના ઘરમાં કામ કાજ કરી મારૂ મારા બાળકોનું ગુજરાન ચલાવું છું. મારી દિકરીઓ મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરે છે, જે અમારા જેવા આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે એક નવી દિશા આપી છે. આજે મારૂ બાળકો ધોરણ 10મા સફળ થયું છે, જે એક મુસ્લિમ યુવા શિક્ષક ઈમરાનભાઈના આશીર્વાદ કહો કે ઈશ્ર્વરની દેન કહો જે એક ફરિશ્તા કહો જે શિક્ષક ઈમરાનભાઈના આથાગ પ્રયત્નો મહેનત કરી 8 વિધાર્થીઓ સફળ થાય છે.

મારવાડી જૈમિનના પિતા નાથી મરણ પામ્યા છે. જેની મમ્મી રેખાબેન પેટનો ખાડો પૂરવા માટે અને બાળકોના શિક્ષણ માટે ઝાડું અને પોતુ લગાવીને બાળકોને પાલન પોષણ કરે છે. આજે મારો આ દિકરીએ ધોરણ-10માં મફત શિક્ષણ અભ્યાસ કરી સફળ થાયો છે. જે જોતાં મને ખુશીઓ આપી છે. જેનો તમામ જશ શિક્ષક ઈમરાન ભાઈને ફાળે જાય છે અમે શિક્ષકભાઈ ઈમરાન ભાઈ અને લારા હોસ્પિટલના ડો. સુજાત વલીને કદી નહિ ભુલીએ.

સદ્દભાવના મિશન ક્લાસ મારવાડીવાસ બહારપૂરા ગોધરા માંથી ધોરણ-10 બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને આત્મવિશ્ર્વાસ અને હર્ષોઉલ્લાસથી ભય મુક્ત કરી પરિક્ષા આપવા ગયા હતા. આજે પરિણામ જાહેર થયું જે 8 વિધાર્થીઓને સફળતા મેળવી હતી. જે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. શિક્ષક ઈમરાનભાઈ અને ડો. સુજાત વલીને આવા લગનશીલ કાર્યો માટે તમામ બાળકો, મહિલાઓ અને વાલીઓ અભિનંદન પાઠવ્યા અને આવા ઉમદા કાર્ય કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.