ટી ૨૦ વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ બદલાશે,રાહુલ હાલ કોચ છે !

મુંબઇ, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ જૂનમાં શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટૂર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચમાં મોટો ફેરફાર થઈ શકે છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કરાર વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ પછી લંબાવવામાં આવ્યો હતો. તે નવેમ્બર ૨૦૨૧થી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ પર છે. જો કે હવે સમાચાર આવ્યા છે કે બોર્ડ ટૂંક સમયમાં નવા કોચ માટે જાહેરાત બહાર પાડશે. દ્રવિડનો કરાર જૂનમાં ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ સાથે સમાપ્ત થશે.

અહેવાલો અનુસાર, જો દ્રવિડ ઇચ્છે તો, તે આ પદ માટે ફરીથી અરજી કરી શકે છે પરંતુ પહેલાની જેમ ઓટોમેટિક એક્સટેન્શન નહીં મળે. બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. રાહુલનો કાર્યકાળ માત્ર જૂન સુધીનો છે. તેથી જો તે અરજી કરવા માંગે છે, તો તે કરવા માટે સ્વતંત્ર છે, તેમણે કહ્યું. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શાહે વિદેશી કોચની નિમણૂક કરવાની શક્યતાને પણ નકારી કાઢી છે. શાહે વધુમાં કહ્યું, અમે નક્કી કરી શક્તા નથી કે નવો કોચ ભારતીય હશે કે વિદેશી. તે સીએસી પર નિર્ભર રહેશે અને અમે વૈશ્વિક સંસ્થા છીએ.

આગામી ટી ૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતી જોવા મળશે. જ્યારે, હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન તરીકે સેવા આપતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. આ સાથે જ કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રાહુલ છેલ્લા ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો. ટી ૨૦ વર્લ્ડ કપ ૧ જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા સહ-આયોજિત કરવામાં આવે છે, જ્યારે ફાઈનલ ૨૯ જૂને રમાશે.

ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટેઇન), સંજુ સેમસન (વિકેટકીન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

અનામત: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.