અમૃતપાલ સિંહ ડિબ્રુગઢ જેલમાં જ અપક્ષ તરીકે નોમિનેશન ફાઈલ કરશે

ચંડીગઢ, જેલના અધિક્ષકને જેલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ડિબ્રુગઢ જેલમાં બંધ અમૃતપાલ સિંહનું નામાંકન મળશે.પંજાબ સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે અમૃતપાલ સિંહનું નોમિનેશનનું કામ સોમવારે પૂર્ણ થઈ જશે. આ માહિતી બાદ હાઈકોર્ટે અમૃતપાલ સિંહની અરજીનો નિકાલ કર્યો હતો.

વાસ્તવમાં, અમૃતપાલ સિંહે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમને ચૂંટણી નામાંકન માટે સાત દિવસ માટે મુક્ત કરવાનો આદેશ જારી કરવાની અપીલ કરી હતી.

અમૃતપાલે હાઈકોર્ટમાં કહ્યું કે તે ખડુર સાહિબ લોક્સભા સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે. આ માટે તેણે નોમિનેશન ભરવું પડશે, આવી સ્થિતિમાં તેને સાત દિવસ માટે મુક્ત કરવાનો આદેશ જારી કરવામાં આવે. જો આ શક્ય ન હોય તો વિકલ્પ તરીકે ચૂંટણી પંચને જેલમાં જ ઉમેદવારી નોંધાવવાની વ્યવસ્થા કરવા સૂચના આપવી જોઈએ. તેમણે અપીલ કરી છે કે ડિબ્રુગઢની એચડીએફસી બેંક દ્વારા તરનતારનની એચડીએફસી બેંકમાં ખાતું ખોલવાની પરવાનગી આપવામાં આવે. તેને નામાંકન ભરવા માટે પ્રસ્તાવર્ક્તાને મળવાની પણ મંજૂરી આપવી જોઈએ.