ગોધરા શહેરમાં MGVCL દ્વારા લગાડવામાં આવેલ પ્રિપેડ મીટરને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશના પ્રભારી દ્વારા ગોધરા શહેરમાં MGVCL દ્વારા લગાડવામાં આવેલ પ્રિપેડ મીટરને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજે રોજ પ્રીપેડ મીટરમાં રિચાર્જ કરાવી શકતા ન હોવાથી નવીન પ્રીપેડ મીટર લગાડવાની કામગીરી સ્થગિત કરીને જૂના મીટર ફરીથી કાર્યરત કરવામાં આવે તે માટે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

હાલમાં ગોધરા શહેર MGVCL દ્વારા પ્રીપેડ મિટરોને લગાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પ્રીપેડ મિટર માં ઘણી બધી ક્ષતિઓ રહેલી છે અને એમજીવીસીએલ દ્વારા ગોધરાની જનતાને આ બાબતે કોઈ પણ પ્રકાર ની જાણકારી આપવામાં આવેલ નથી.જ્યારે પહેલા દર બે મહિને લાઇટ બિલ જનરેટ થતું હતું અને તેમાં યુનિટ પ્રમાણે ભાવ નક્કી કરેલો હતો જેમાં યુનિટ દીઠ ભાવ 6.50 રૂપિયા લઘુતમ હતો અને આ લાઇટ બિલ બે મહિને ભરવાનું આવતું હતું જેથી નોકરિયાત તથા ખેડૂતો આ બિલ ભરી શકતા હતા. પરંતુ જ્યારથી પ્રીપેડ મિટર લગાડવામાં આવ્યા છે. ત્યારથી દરરોજ બિલ જનરેટ થાય છે અને એડવાન્સમાં રીચાર્જ કરાવવું પડે છે. અને યુનિટ દીઠ 9.50 થી 10.00 રૂપિયાનો ભાવ લેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ગોધરામાં NEET ની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડની તાપસ માટે SITની રચના કરવામાં આવી.

જેથી ગોધરા શહેરમાં વસ્તી મધ્યમ વર્ગીય લોકો આ રેટનો બોજ સહન કરી શકે એમ નથી જેથી તાત્કાલિક ધોરણે પ્રીપેડ મિટરો લગાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવે અને જૂના મિટરો યથાવત રાખવામાં આવે તે માટે અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશના પ્રભારી આશિષભાઈ પટેલે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.