અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં જતા પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યુ

વોશિગ્ટન, ગુજરાત સહિત દેશમાંથી ટુરિસ્ટ વિઝાના નામે લોકોને લઇ જઇ અમેરિકામાં ઘુસાડવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. થોડા મહિના પહેલા પણ આખુ વિમાન અમેરિકા પહોચવા માગતા ટુરિસ્ટોનું ઝડપાયુ હતું તેમને ડિફોલ્ડ કરી પરત ભારત મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વાર આવું વિમાન જમૈકા ઓરપોર્ટ પરથી ઝડપાયુ છે. જેમાં ૨૫૩ મુસાફરો પૈકી મોટાભાગના ગુજરાતીઓ છે અને અમેરિકા ઘુસણખોરી કરવાની ફિરાકમાં ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.

ગુજરાતીઓ સહિત દેશના ઘણા નાગરિકોને અમેરિકામાં ડોલર કમાવવાનો ચસકો ચડ્યો છે. અને આ ચસકામાં પરિવારો અમેરિકા પહોચવા માટે મોતને પણ મુઠ્ઠીમાં લઇને ઘર છોડી નીકળી પડે છે. ગુજરાતીઓ અને પંજાબીઓને ખાસ કરીને ડોલર કમાવવા વધુ પ્રમાણમાં અમેરિકા જાય છે. ત્યારે અનેક એવા રુટો છે ત્યા સુધી પહોચી અને અમેરિકાની સરહદ સુધી પહોચવાનું હોય છે. આખુ પ્લેન ભાડે કરી અને અમેરિકામાં ઘુસણખોરીના કારસ્તાન માટે આખે આખુ પ્લેન ભાડે કરવામાં આવ્યાનો વધુ એક મામલો સામે આવ્યો છે.

અહેવાલના દાવા મુજબ દુબઈથી ઉડાન ભરીને નીકળેલા પ્લેનને શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી બાદમાં તેને કેરેબિયન દેશ જમૈકામાં રોકી દેવામાં આવ્યું છે. સુત્રોની વાત માનવામાં આવે તો પ્લેનમાં કુલ ૨૫૩ મુસાફર સવાર છે. આ પ્લેનમાં તે પૈકીના ૧૫૦થી ૧૭૫ ભારતીય મુસાફરો હોવાનું કહેવાય છે. એટલુ જ નહી મોટા ભાગના ગુજરાતીઓ અને પંજાબી મુસાફરો છે. આ તમામ અમેરિકા પહોચવા માટે વિમાનમાં ગયા હોવાનું મનાય છે. આ તમામ મુસાફરોની પુછપરછ ચાલી રહી છે અને નજર કેદ કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલાની વાત કરીએ તો અમેરિકા પહોચવા માટે ગુજરાત અને દેશમાંથી ઘણા મુસાફરો રોજે રોજ ઉડે છે. જેઓ વિવિધ વિઝા પર એક કે બીજા દેશમાં પહોચે છે અને ત્યાથી અમેરિકા બોર્ડર સુધી પહોચતા હોય છે. ત્યારે ૨ મેના દિવસે પણ એક લાઇટ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં આ લાઇટની તપાસ કરી હતી. આ લાઇટમાં ૨૫૩ જેટલા મુસાફરો હતા. એમાંથી મોટા ભાગના ભારતીયો હતા અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. પુછપરછમાં ભારતીય મુસાફરો અમેરિકામાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં ગયા હોવાનું કહેવાય છે પરંતુ વધુ પુછપરછ ચાલી રહી છે.

અમેરિકાની વિવિધ બોર્ડર પરથી અનેક લોકો ઘુસણખોરી કરી અમેરિકામાં પહોચતા હોય છે. વર્ષ ૨૦૨૨-૨૩માં એટલે કે ઑક્ટોબર ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૩ના સમયગાળામાં રેકર્ડ ૯૬ હજાર ૯૧૭ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા છે. સમાચાર ઍજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અમેરિકી કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગે જાહેર કરેલા તાજા આંકડાઓમાં આ હકિક્ત સામે આવી છે.૨૦૨૦-૨૧માં આ આંકડો ૩૦,૬૬૨ હતો જ્યારે ૨૦૨૧-૨૨માં એ આંકડો ૬૩,૯૨૭ હતો.