રોડ પર ચિકન રોલ વેંચતા બાળકને જોઈ અર્જુન કપૂર ભાવુક થયો, મદદ કરવાનો નિર્ણય લીધો

નવીદિલ્હી, ઘણા લોકો સાથે નાની ઉંમરમાં એવી ઘટનાઓ બની જતી હોય જેના વિશે કોઈએ કલ્પના પણ ન કરી હોય. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં દિલ્હીમાં રહેતો એક ૧૦ વર્ષનો છોકરો રોડ ઉપર ચિકન રોલ વેચીને ઘર ચલાવે છે. આ બાળકની સ્ટોરી એવી છે કે તેના પિતાનું અવસાન થયા પછી તેની માતા તેને અને તેની બહેનને છોડીને જતી રહી. જેથી તેણે પિતાના અવસાનના ૧૦ દિવસ પછીથી રોડ કિનારે રેકડી લગાવીને રોલ વેચવાનો વારો આવ્યો.

આ બાળકની સ્ટોરી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અર્જુન કપૂર પણ તેની સ્થિતી જોઇને ભાવુક થઈ ગયો. વાયરલ વિડીયો ફેમ ૧૦ વર્ષના બાળકને અર્જુન કપૂર મદદ કરવા માંગે છે. અર્જુન કપૂરે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તકલીફ હોવા છતાં આ બાળક ચહેરા પર સ્માઈલ સાથે જીવી રહ્યો છે. પિતાના અવસાનના દસમા દિવસ પછીથી જ તેણે દુકાનનું કામ સંભાળી લીધું. આ આ સાથે જ અર્જુન કપૂરે લખ્યું છે કે આ બાળકની બહેનને ભણાવવા માટે તે મદદ કરવા માંગે છે તેને એવું પણ લખ્યું છે કે જો કોઈ આ બાળકના સંપર્કમાં હોય તો તે અર્જુન કપૂરને જણાવે.

જે બાળકને મદદ કરવા માટે અર્જુન કપૂર તૈયાર થયો છે તે બાળક લાઈમલાઈટમાં ત્યારે આવ્યો જ્યારે એક બ્લોગરે તેનો વિડીયો શેર કર્યો. આ બાળક વેસ્ટ દિલ્હીના તિલકનગરમાં રેકડી પર ચિકન રોલ બનાવે છે. આ વીડિયોમાં બાળક શા માટે આવી રીતે દુકાન ચલાવે છે તેની સ્ટોરી પણ શેર કરવામાં આવી.

બાળકે વીડિયોમાં જણાવ્યું કે આ રોલ બનાવવાનું તેણે તેના પિતા પાસેથી શીખ્યું હતું. આ વિડીયો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. વિડીયો એટલો વાયરલ થયો કે તે અર્જુન કપૂર સુધી પણ પહોંચ્યો અને અર્જુન કપૂર હવે આ બાળકની મદદ કરવા માટે તૈયાર થયો છે.