શિખર પહાડિયા સાથે તિરુપતિ મંદિરમાં જાહન્વી કપૂર લગ્ન કરશે ?

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર છેલ્લા ઘણાં સમયથી શિખર પહાડિયાની સાથે રિલેશનશિપને લઇને ચર્ચામાં રહેતી હોય છે. જણાવવામાં આવી રહ્યું છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. સામાન્ય રીતે બન્ને સાથે સ્પોટ થતા હોય છે. આ વચ્ચે સોશયલ મિડીયામાં એક એવી મજાક ઉડી છે કે જે બધાને વિચારમાં કરી દે છે. આમ, વાત કરવામાં આવે તો જાહન્વી કપૂર સોશિયલ મિડીયામાં પણ એક્ટિવ રહેતી હોય છે.

એક પૈપરાઝીએ ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે જાહન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લગ્ન કરવાની છે. પોસ્ટમાં એ પણ લખ્યુ છે કે એક્ટ્રેસ તિરુપતિ મંદિરમાં લગ્ન કરશે. લગ્ન દરમિયાન જાહન્વી કપૂર ગોલ્ડન સાડી પહેરશે. જ્યારે આ પોસ્ટ પર જાહન્વી કપૂરનું ધ્યાન જતા કોમેન્ટમાં જવાબ આપ્યો છે કે કંઇ પણ..આ રીતે જાહન્વી કપૂરે કન્ફોર્મ કરી દીધુ છે કે શિખર પહાડિયા સાથે લગ્નની વાત ખોટી છે.

થોડા સમય પહેલાં કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણના એક એપિસોડમાં જાહન્વી કપૂરે જણાવ્યું હતુ કે એની સ્પીડ ડાયટ લિસ્ટમાં ત્રણ લોકો છે જેમાં એક શિખર પહાડિયા પણ છે. જ્યારે કરણ જોહરે એના સ્પીડ ડાયલ લિસ્ટના ત્રણ નામ પૂછ્યા તો એક્ટ્રેસે જવાબ આપતા કહ્યું કે પિતા (બોની કપૂર), ખૂશુ(નાની બહેન ખુશી કપૂર) અને શિકુ (શિખર પહાડિયા).

જાહન્વી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં અનેક મોટી ફિલ્મોમાં નજરે પડશે. જેમાં જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાનું નામ પણ શામેલ છે. જાહન્વી કપૂર અને જૂનિયર એનટીઆરની દેવરા પાર્ટ ૧ ૧૦ ઓક્ટોબરના રોજ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ દેવરામાં જાહન્વી કપૂર અને એનટીઆરની સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ જાહન્વીની પહેલી તેલુગુ ફિલ્મ છે જેને જોવા માટે ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ સિવાય જાહન્વી કપૂર રામ ચરણની ફિલ્મ આરસી ૧૬માં પણ નજરે પડશે.