પંચમહાલમાં નીટની પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ કરાવાનું કૌભાંડ, વિદ્યાર્થી દીઠ ૧૦ લાખ નક્કી કરાયા

પંચમહાલ: પંચમહાલમાં નીટની પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ કરાવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. કલેકટરએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નીટની પરીક્ષામાં સારા માર્ક્સ માટે કૌભાંડ કર્યું હતું. આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખની રોકડ મળી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વિદ્યાર્થી દીઠ ૧૦ લાખ નકકી થયા હતા.

આ સમગ્ર કૌભાંડ મામલે શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સાામે પણ ફરિયાદ નોંધાઇ છે. ગોધારાના આરીફ વોરાની પણ મીલીભગત હોવાનું જાણવા મળી રહ્યું છે. છ વિદ્યાર્થીઓના નંબર મેળવી સારા માર્ક્સની ગેરરીતિ આચરવાના હતા.

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ફરિયાદ નોંધાવી છે. છ વિદ્યાર્થીઓના નંબર સહિતની વિગત આપી છે. વિગત આપી પાસ કરવાની જવાબદારી આપી હતી. જ્યારે ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ૭,૦૦,૦૦૦ રોકડા મળ્યા છે. એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી કરાયું હતું.

જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના તુષાર ભટ્ટ જેઓ ગોધરા જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા દરમિયાન ડેપ્યુટી સુપરિટેનડેન્ટ તરીકે ફરજમાં હતા, જ્યારે તુષાર ભટ્ટ, વડોદરા રોય ઓવર્સીસના માલિક અને ગોધરાના આરીફ વોરા સામે નોંધાઇ ફરિયાદ છે. જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ?૭,૦૦,૦૦૦ રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલ માંથી વોટસએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.