મહેસાણા, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ૪૨ થી ૪૧.૧ ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો બપોરના ૧૧ વાગ્યાથી ચાર કલાકના સમયે બહાર જાળવાનું ટાળી રહ્યા છે.
મહેસાણા શહેરના રોડ રસ્તા સુમસાન બન્યા છે. ૧૨:૦૦ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રોડ રસ્તા સુમસાન બન્યા છે. હજુ આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું જોર શહેરી વિસ્તારમાં વધારે રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પૂર્વ રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રચાઈ હતી. જેની અસરના કારણે એક માત્ર ડીસામાં ગરમી અડધો ડિગ્રી સુધી ઘટી હતી. જ્યારે બાકીના ૪ શહેરોમાં ગરમી દોઢ ડિગ્રી સુધી વધી હતી. એમાં પણ મહેસાણા, મોડાસા અને હિંમતનગરમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી પાર પહોંચ્યો હતો.
૪૨.૪ ડિગ્રી સાથે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ સાથે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત ગરમીનો પારો ૪૨ ડિગ્રી પાર પહોંચ્યો હતો. સવારથી જ ગરમી આજે રૌદ્રરૂપ ધારણ કરશે તેવા સંકેત આપી દીધા હતા.
ગરમ પવનના કારણે રીતસર શરીર સેકાતું હોય તેવો અનુભવ થતો હતો. સૂર્યાસ્ત બાદ પણ ગરમીનો કહેર સમ્યો ન હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૨ મે સુધી ૪૧ ડિગ્રીથી વધુ આકરી ગરમીનો રાઉન્ડ રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો મુખ્ય પાંચ શહેરમાં આ પ્રમાણે નોંધાયો છે. મહેસાણામાં ૪૨.૧ ડિગ્રી, પાટણમાં ૪૧.૭ ડિગ્રી, ડીસામાં ૪૦.૮ ડિગ્રી, હિંમતનગરમાં ૪૨.૦ ડિગ્રી, મોડાસામાં ૪૨.૦ ડીગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. જેના કારણે શહેરવાસીઓ ગરમીમાં શેકાયા છે