ધોરણ – ૧૦ નું પરિણામ ૧૧ તારીખને શનિવારે જાહેર કરવામાં આવશે

અમદાવાદ,વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ચૂક્યો છે. ધોરણ  ૧૦ નું પરિણામ ૧૧ તારીખે અને શનિવારે જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૦નું પરિણામ સવારે ૮ વાગ્યે સાઈટ પર મુકવામાં આવશે. ગુજરાતમા ધોરણ ૧૦માં ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. બીજી તરફ આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વર્ષ ૨૦૨૩માં ગુજરાત બોર્ડ ૧૦નું ૬૪.૬૨ રિઝલ્ટ આવ્યુ હતુ.

સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લો ટોપ પર, જૂનાગઢમાં ઓછું પરિણામ વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર ૨૦૨૩માં ધાંગધ્રા ૯૫.૮૫ ટકાએ રહ્યું હતું તેમજ આ વખતે ૨૩૨૪ છાલા ૯૯.૬૧ ટકાએ મોખરે રહ્યું છે. ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા ૫૧.૧૧ ટકા રહ્યું છે. વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ ૯૬.૪૦ ટકાએ આગળ રહ્યો છે. જ્યારે જૂનાગઢમાં ૮૪.૮૧ ટકા એ છેલ્લે રહ્યો છે.

આ પરીક્ષા ૩,૭૯,૭૫૯ વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી ૩,૭૮,૨૬૮ ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી ૩,૪૭,૭૩૮ પાસ થયેલા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ % ટકા આવેલ છે.

વર્ષ ૨૦૨૪માં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી પ્રાપ્ત થયુ હોય તેવી ૧૬૦૯ શાળા છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧૦ ટકાથી ઓછુ પરિણામ ધરવાતી શાળાઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે. ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી ૧૯ શાળાનો સમાવેશ થાય છે.