નવીદિલ્હી, સામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે તેમની એક ટિપ્પણીને લઈને દેશમાં વિવાદ ઊભો થઈ ગયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, પૂર્વના લોકો ચીની અને દક્ષિણ ભારતીય લોકો આફ્રિકી નાગરિક જેવા દેખાય છે. કોંગ્રેસે જો કે પિત્રોડાની ટિપ્પણીથી ખુદને અલગ કરી દેતા તેને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. પાર્ટીએ કહ્યું કે, તેઓ તેમની ટિપ્પણીથી અલગ કરે છે.
બીજી તરફ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પિત્રોદાની નસ્લીય ટિપ્પણીને લઈને તેમના પર પ્રહારો કર્યો અને દાવો કર્યો કે, તેનાથી વિપક્ષી પાર્ટીની વિભાજનકારી રાજનીતિ ખુલ્લી પડી ગઈ છે. ઈંડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુધ પિત્રોડાએ એક પોડકાસ્ટમાં કહ્યું કે, અમે ૭૫ વર્ષથી ખુબ જ સુખદ માહોલમાં રહી રહ્યા છીએ, જ્યા અમુક ઝઘડાઓને બાદ કરતા લોકો એક સાથે રહી શકે છે.
પિત્રોડાએ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે પ્રસારિત આ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશને એકજૂટ રાખી શકીએ છે, જ્યાં પૂર્વના લોકો ચીની જેવા લાગે છે, પશ્ચિમના લોકો અરબ જેવા દેખાય છે. ઉત્તરના લોકો ગોરા અને દક્ષિણના લોકો અફ્રિકી જેવા લાગે છે.
તેમણે કહ્યું કે, તેનાથી કોઈ ફરક નથી પડતો, અમે બધા ભાઈ બહેન છીએ. ભારતમાં અલગ અલગ વિસ્તારના લોકોના રીતિ-રિવાજ, ખાન-પાન, ધર્મ, ભાષા અલગ અલગ છે. પણ ભારતના લોકો એકબીજાનું સન્માન કરે છે.