ગુજરાત બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા જાહેર થયું

  • વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ,સામાન્ય પ્રવાહમાં બોટાદ જીલ્લાનું સૌથી ઉંચુ પરિણામ

અમદાવાદ, ઘો.૧૨ ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.૮૨.૪૫ ટકા પરિણામ જાહેર થયું છે.સૌથી વધુ પરિણામ છાલાનું ૯૯.૬૧ ટકા આવ્યું છે જયારે સૌથી ઓછું પરિણામ ખાવડા ૫૧.૧૧ ટકા રહ્યું છે. રાજયમાં ૧૬૦૯ શાળાનું ૧૦૦ પરિણામ આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સામાન્ય (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે.વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા પરિણામ જાહેર થયું છે આ ઉપરાંત કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઉચુ પરિણામ આવ્યું છે.સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં એ-૧ ગ્રેડ સાથે ૧૩૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે ૨૦૨૩ની સરખામણીએ વિજ્ઞાન પ્રવાહમાં ૧૬.૮૭ ટકા વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર થયું છે.૧૦ ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૨૭ છે.એ ૧ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૧.૦૩૪ છે એ ૨ ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા ૮,૯૮૩ છે જયારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૧.૯૨ ટકા છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૨.૯૪ છે આજે ધોરણ  ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયામાં ૯૭.૨ ટકા આવ્યુ છે. બનાસકાંઠામાં વિજ્ઞાન પ્રવાહનું ૮૮.૮૩ ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે સામાન્ય પ્રવાહનું ૯૪.૬૧ ટકા પરિણામ આવ્યા છે.વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર ૨૦૨૩માં ધાંગધ્રા ૯૫.૮૫ ટકાએ રહ્યું હતું તેમજ આ વખતે ૨૩૨૪ છાલા ૯૯.૬૧ ટકાએ મોખરે રહ્યું છે. ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા ૫૧.૧૧ ટકા રહ્યું છે. વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ ૯૬.૪૦ ટકાએ આગળ રહ્યો છે. જ્યારે જૂનાગઢમાં ૮૪.૮૧ ટકા એ છેલ્લે રહ્યો છે.

આ પરીક્ષા ૩,૭૯,૭૫૯ વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી ૩,૭૮,૨૬૮ ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી ૩,૪૭,૭૩૮ પાસ થયેલા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ % ટકા આવેલ છે.

વર્ષ ૨૦૨૪માં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી પ્રાપ્ચ થયુ હોય તેવી ૧૬૦૯ શાળા છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧૦ ટકાથી ઓછુ પરિણામ ધરવાતી શાળાઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે. ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી ૧૯ શાળાનો સમાવેશ થાય છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૧૨૭ શાળાઓ છે. વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપનું પરિણામ ૯૦.૧૧ ટકા બી ગ્રુપનું પરિણામ ૭૮.૩૪ ટકા એબી ગ્રુપનું પરિણામ ૬૮.૪૨ ટકા આવ્યુ છે. જ્યારે નિયમિત વિદ્યાર્થીનું પરિણામ ૮૨.૫૩ ટકા અને નિયમિત વિદ્યાથનીનું ૮૨.૩૫ ટકા પરિણામ આવ્યુ છે.

ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જેવું જાહેર થયું છે. જેના પગલે ગુજરાતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ક્યાંક વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓના ચહેરા પર હરખના આસું સાથે સ્મિત છલકાઈ રહ્યુ છે. ત્યારે આવો જ ખુશીનો માહોલ રાજકોટમાં જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ ૧૨ કલાક સતત મહેનત કરીને ઉચ્ચ પરિણામ મેળવ્યુ છે. ત્યારે ધોળકિયા સ્કૂલમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા તો સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જેવું જાહેર થયું. તેવા પરિણામ આવતાની સાથે જ સુરતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા છે. વિદ્યાર્થીઓ ઝૂમે પણ કેમ નહીં કેમ કે આ વખતે ધોરણ ૧૨નું સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ સારુ આવ્યુ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા તો સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ ટકા પરિણામ આવ્યું છે.

જેને લઈ વિદ્યાર્થીઓ ગરમે ઝૂમતા જોવા મળ્યા છે. ઘણા વિદ્યાર્થીઓની આંખમાં ખુશીના આંસુ હતા. તો વાલીઓ પણ સંતાનનું સારું પરિણામ જોઈ રાજી થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તમામના ચહેરા પર અલગ પ્રકારનું સ્મિત જોવા મળ્યુ હતુ. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ પરિણામ જોઈ ઝૂમી ઉઠ્યા હતા. વાલીઓ પણ પરિણામથી ખુબ જ આનંદમાં તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.