હિમાલયી ક્ષેત્ર સમૃદ્ઘ જૈવ વિવિધતા ધરાવે છે. તેનાં જંગલોમાં સતત આગના સમાચારો પરેશાન કરે છે. મેના પહેલા અઠવાડિયામાં જ આગ લાગવાની લગભગ નવસો ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જેમાં લગભગ બાર હજાર હેક્ટર વન ક્ષેત્રને અગિદ્ઘકાંડથી નુક્સાન થયું. પાંચ લોકોના મરવાના અહેવાલો પણ છે. એમ તો દર વર્ષે ઉત્તરાખંડનાં જંગલોમાં આગ લાગવાના સમાચારો આવે છે. આ સિલસિલો માર્ચના અંતથી શરૂ થઈને મે સુધી ચાલે છે. પરંતુ આ વખતે આ સંકટ વધુ ગંભીર દેખાય છે. રાજ્ય સરકારના સીમિત સંસાધનો અને ભૌગોલિક જટિલતાઓને કારણે જંગલો સળગવાનું ચાલુ છે. કાબૂ મેળવવા માટે વાયુસેના અને એનડીઆરએફની મદદ લેવાઈ રહી છે. એક હકીક્ત છે કે જંગલોના સળગવામાં માનવીય હસ્તક્ષેપ ક્યાંકને ક્યાંક હોય જ છે. જંગલોમાં ખરતાં સૂકાં પાંદડાં-ઘાસમાં જ્વલનશીલતા તો હોય છે, પરંતુ આગ માનવીય લાપરવાહી કે કાવતરાથી જ લાગે છે. તેની પુષ્ટિ એ વાતે થાય છે કે નવેમ્બર ૨૦૨૩થી અત્યાર સુધી લગભગ પોણા ચારસો વન અપરાધોના કેસ નોંધાયા છે. તેમાં સાઇઠ લોકો વિરુદ્ઘ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ વાતને ઉત્તરાખંડનું વન વિભાગ પણ સ્વીકારે છે કે ૯૫ ટકા અગિદ્ઘકાંડના કેસોમાં માનવીય દખલ જવાબદાર હોય છે.
અગિદ્ઘકાંડો બાદ કાર્યવાહી ફોરેસ્ટ એક્ટ અને વન્ય જીવ સંરક્ષણ કાયદા અંતર્ગત કરાઈ રહી છે. તે ઉપરાંત જાહેર અને ખાનગી સંપત્તિ નુક્સાન ક્ષતિપૂત કાયદા અંતર્ગત પણ કાર્યવાહી થશે. આ સંકટને જોતાં એનડીઆરએફ અને વાયુસેનાના હેલિકોપ્ટરોની મદદ લેવાઈ રહી છે. જ્યારે આઇઆઇટી રુડકીની મદદથી કૃત્રિમ વરસાદના વિકલ્પ પર પણ વિચાર થઈ રહ્યો છે. નિશ્ર્ચિતપણે દર વર્ષે બળી જતા સેંકડો હેક્ટર જંગલોને આગથી બચાવવા માટે સ્થાયી ઉપાયોની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આપણે ૨૦૨૧માં થયેલા અગિદ્ઘકાંડો પરથી બોધપાઠ લેવો જોઇએ, જ્યારે આગ લાગવાની લગભગ ૨૮૧૩ ઘટનાઓમાં અંદાજે ચાર હજાર હેક્ટર વન ક્ષેત્રને નુક્સાન થયું હતું. અગિદ્ઘકાંડોમાં આઠ લોકો માર્યા ગયા હતા. રોચક તથ્ય એ છે કે કોવિડ-૧૯ના દોરમાં માનવીય આવાજાહી ઓછી થવાથી આગ લાગવાની સૌથી ઓછી ઘટનાઓ બની હતી. અસલમાં સરકારોની પ્રાથમિક્તામાં પર્યાવરણ અને વન સંરક્ષણ સામેલ જ નથી થઈ શક્યું. વનોના સંરક્ષણ માટે બજેટ બહુ ઓછું છે અને આગ બુઝાવવાના પર્યાપ્ત સંસાધનોનો અભાવ છે. ગત દિવસોમાં અગિદ્ઘકાંડની ઘટનાઓ દરમ્યાન વનકર્મીઓની ડ્યૂટી ચૂંટણી માટે લગાવવા પર પણ સવાલ ઊભા થયા હતા. એ ઉપરાંત ગ્લોબલ વોમગને કારણે વાતાવરણમાં તાપમાન વધવાથી પણ આગ લાગવાની ઘટનાઓ વધી છે. આપણે વધતા તાપમાનની સાથે પ્રકૃતિ સંરક્ષણના ઉપાયોને ઉત્તેજન આપવું પડશે. સાથે જ ચીડનાં વૃક્ષો વિશે પણ વિચારવું પડશે, જેને અંગ્રેજો બહારથી લાવ્યા હતા અને તેનાં સૂકાં પાંદડાંની આગ ભડકાવવામાં મોટી ભૂમિકા હોય છે. અસલમાં પલાયનનો દંશ વેઠી રહેલા ઉત્તરાખંડમાં કૃષિ અને પશુધન માટે ઘાસ-પાંદડાંનો ઉપયોગ નહિ થવાથી પણ જંગલોમાં જ્વલનશીલ સ્થિતિઓ બની છે. જ્યારે વન કાયદા સખત થવાથી ગ્રામીણોના હિતોની અવગણનાને કારણે તેમની જંગલો પ્રત્યે ઉદાસીનતા વધી છે. જંગલોની આગ વન વિભાગ ગ્રામીણોના સહયોગ વિના નહીં બુઝાવી શકે.