સંતરામપુરના પરથમપુરામાંં બુથ કેપ્ચરીંગ પ્રકરણમાંં ચુંટણી વિભાગ 11મે પુન: મતદાન યોજાશે

સંંતરામપુર, મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે દાહોદ લોકસભા બેઠક માટે આવેલા મતદાન મથકમાં ફરજ ઉપરના સ્ટાફની હાજરી સામે ભાજપ અગ્રણીના પુત્ર વિજય ભાભોર દ્વારા કરવામાં આવેલ બુથ કેપ્ચરીંગ પ્રકરણમાં ચૂંટણી વિભાગ દ્વારા આગામી 11મી ના રોજ પુન: મતદાન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે દાહોદ લોકસભા બેઠક માટે આવેલા મતદાન મથકમાં ફરજ ઉપરના સ્ટાફની હાજરી સામે ભાજપ અગ્રણીના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરીંગ કરીને E.V.M મશીન તો આપના બાપનું જ છે અને ચાલે તો વિજય ભાભોર જ ચાલેના સત્તાના નશામાં છાકટા બનેલા આ વિજય ભાભોરે અન્ય મતદારોના મતો પોતે જ ભાજપના ઉમેદવારને મત આપી મતદારોના મતાધિકારને છીનવી લેવાના આ શેખી મારતો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઉપર થી લાઈવ કરેલા આ વિડીયો લોકસભાનું મતદાન પૂર્ણ થયા બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ સ્ટાઇલથી વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજકીય અને વહીવટી તંત્રમાં જબરજસ્ત ખડભડાટ પ્રસરી જવા પામી છે .

જો કે, દાહોદ લોકસભા ચૂંટણી માટેના મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકર દ્વારા કરાયેલા બુથ કેપ્ચરીંગ અને E.V.M મશીનને પોતાના બાપની જાગીર સમજનારા ભાજપ અગ્રણી કાર્યકરના પુત્ર વિજય ભાભોરના કરતુંકોના વાયર થયેલા વિડીયો સામે સત્તાધારી ભાજપના નેતાઓએ તો ભારેખમ મૌન ધારણ કરી લીધું છે. પરંતુ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ ભાજપના નેતાઓ દ્વારા લોકશાહીની હત્યા કરાવી હોવાના ગંભીર આક્ષેપો કરીને કસૂરવાર વહીવટી તંત્ર સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાશે અને મતદારો લોકશાહી પર્વમાં નિર્ભય રીતે મતદાન કરશે ના રાજ્ય ચૂંટણી પંચના દાવાઓને ખુલ્લેઆમ પડકાર ફેંકતા ચોંકાવનારા બનાવવામાં દાહોદ લોકસભા બેઠકમાં સમાવેશ સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામે આવેલા બુથ નંબર 220માં ગઈકાલે જ્યારે મતદાન ચાલુ હતું. ત્યારે સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભા.જ.પ ના વગદાર નેતાના પુત્ર વિજય ભાભોરે આ મતદાન મથકને કબજે કરીને ઊ.ટ.ખ જાણે કે રમકડું હોય એમ હાથમાં ગોળ ગોળ ફેરવીને આવી રીતે ના ચાલે આ મશીન તો આપણા બાપનું જ છે અને એક જ ચાલે વિજય ભાભોર જ ચાલે અને સત્તાના નશામાં છાટકા બનેલા વિજય ભાભોરે બુથમાં હાજર મતદારોની હાજરીમાં માટે ભયંકર અપશબ્દો ઉચ્ચારીને મતદાન કરવા આવેલા મતદારોના મતો E.V.M કબ્જે કરીને ભા.જ.પ. ના ઉમેદવારને પોતે જ મતો નાંખી દીધા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ધુમ સ્ટાઇલથી વાયરલ થતા વેંત ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને જીલ્લા ચુંટણી સત્તાધીશોમાં જબરદસ્ત ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે. આ પ્રકરણમાં ચૂંટણી વિભાગ દ્વારા આગામી 11મીના રોજ પુન: મતદાન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.