લોકસભાની ચૂંટણી પત્તાની સાથે જ ગરબાડા પોલીસ એકસન મોડમાં જાહેર માર્ગો પર ટ્રાફિક કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી

ગરબાડા, આગામી થયેલી લોકસભાની ચૂંટણીને લઈને ગરબાડા પોલીસ ચુંટણીની કામગીરી વ્યસ્ત જોવા મળી હતી. ચૂંટણી પત્યાની સાથે જ ગરબાડા નગરમાં થતી ટ્રાફિકની કાયમી સમસ્યા તેમજ ગેરકાયદેસર જાહેર રસ્તા ઉપર કરેલા દબાણો દૂર કરવા માટે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ. તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરી હતી. જેમાં પોલીસે ગરબાડાના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર પાર કરેલી મોટર સાયકલ તેમજ જાહેર રસ્તા ઉપર લગાવેલી હાથ લારીઓ અને રસ્તા ઉપર દબાણ કરતા 5 લારી/દુકાનવાળા તેમજ 9 વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આગળ પણ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા ના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર કરેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ થોડા સમય પછી ફરીથી દબાણ કરતા વધુ દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ કરતા પોલીસ દ્વારા ફરીથી દબાણો દૂર કરવાની તેમજ રોડ વચ્ચે વાહન પાર્ક કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી હતી.