મલેકપુર કિસાન માધ્ય.વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રવાહનું 76.56 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.44 ટકા આવ્યું

મલેકપુર ,કિસાન માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થી દરજી ક્રિશ રાજેશકુમાર સમગ્ર મહીસાગર જીલ્લામાં સામાન્ય પ્રવાહમાં 50 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળા માંથી પ્રથમ નંબર મેળવી કિસાન માધ્યમિક વિદ્યાલય તેમજ પરિવારનું નામ રોશન કરેલું છે અને વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળાના કુલ 10 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવેલું છે. શાળાનું વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ 76.56 ટકા અને સામાન્ય પ્રવાહમાં 92.44 ટકા પરિણામ મેળવતા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય એચવાય પટેલ અને પરિમલ મંડળ સંચાલિત કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રમુખ મૌલિક.કે.પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં સારી કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કિસાન માધ્યમિક વિદ્યાલયનો વિદ્યાર્થી મહીસાગર જીલ્લામાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ.