બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગના કામે ગુમ થનાર યુવતીને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ

બાલાસીનોર, મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા મૈખીક સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને ના.પો. અધિ. સા. કમલેશ વસાવા નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર નાઓએ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને અપહરણ તથા ગુમ થયેલાઓને શોધી કાઢવા સુચના આપેલ.જે અંતર્ગત બાલાસિનોર તાલુકા પો.સ્ટે. જા.જો.નં.08/2024 ના કામે જાહેરાત આપનાર સંજયસિંહ દોલતસિંહ ઝાલા નાઓએ જાહેરાત આપેલ કે, ગુમ થનાર રોશનીબેન વા/ઓ સંજયસિંહ દોલતસિંહ ઝાલા ઉ.વ.24 રહે. વાગવલ્લા તા.બાયડ જી. અરવલ્લી નાઓ ગઇ તા.23/04/2024 નારોજ ગુમ થયેલ છે. જે આધારે ટેકનીલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ થી પોલીસ ઇન્સપેક્ટર એ.બી. દેવધા નાઓને હકીકત મળેલ કે, બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ગુ.મ.જા.જો.નં.08/2024 ના કામે ગુમ થનાર રોશનીબેન વા/ઓ સંજયસિંહ દોલતસિંહ ઝાલા ઉ.વ.24 રહે.વાગવલ્લા તા.બાયડ જી.અરવલ્લી નાઓ હાલ સાણંદ ખાતે રહેતી હોવાની ચોક્કસ માહિતી આધારે ગુમ થનારની તપાસ કરતા ગુમ થનાર યુવતી મળી આવેલ હોય જે ગણતરીના દિવસોમાં ગુમ થનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ.