પંચમહાલ જીલ્લા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું

ગોધરા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનુંં પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનુંં પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું. વહેલી સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાઓ તરફ ધસારો જોવા મળ્યો હતો. તેમજ ઓનલાઈન પરિણામ જોવા માટે ઓનલાઈન સેન્ટરો ઉપર ધસારો જોવા મળ્યો હતો. પંચમહાલ જીલ્લા વિજ્ઞાન પ્રવાહનુંં 82.45 ટકા પરિણામ નોંધાવા પામ્યું હતું. જ્યારે સામાન્ય પ્રવાહનું91.93 ટકા પરિણામ નોંધાવા પામ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવા દ્દશ્યો જોવા મળ્યા હતા.