અરવલ્લી, અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર હતો. શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર આવી રહ્યા હતા. તે સમયે બુટલેગર નીતિન બલેવા પુરપાટ ઝડપે કાર હંકારી આવી રહ્યો હતો. બંન્ને કાર સામ-સામે અથડાઇ હતી. શિક્ષક અને બુટલેગર બંન્નેના મોત નીપજ્યા છે. શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
લોક્સભા ચૂટણી પૂર્ણ કરી વતન આવી રહેલા શિક્ષકનું મોત થયું છે. ધાનેરાથી જેસિંગપુર વતનમાં જઈ રહેલા કર્મીનું મોત થયું છે. શિક્ષક ગોપીચંદ ડાભીનું મોત થતાં પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે.બુટલેગર નીતિન બલેવાનું પણ અકસ્માતમાં મોત થયું છે. તે અગાઉ દારૂના કેસમાં ઝડપાયો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.