પ્રેમી સાથે લગ્ન કરવા માટે તેણે આપઘાતનું નાટક કર્યું અને સુસાઈડ નોટ પણ ઘેર મોકલી હતી

પાટણ, પ્રેમી સાથે લગ્ન કરવા છોકરી આપઘાતનું નાટક પણ કરી શકે. ગુજરાતના પાટણમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુસાઈડ નોટ આવ્યાં બાદ બધાને લાગતું કે છોકરીએ આપઘાત કરી લીધો છે પરંતુ જ્યારે થોડા દિવસ બાદ ખુદ તે પ્રેમી સાથે રુબરુ સામે આવી ત્યારે બધાને આંચકો લાગ્યો હતો અને તેનો ભાંડો ફૂટ્યો હતો.

પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ગુમ થવા મામલે નવો વળાંક આવ્યો છે. નર્સ તરીકે ફરજ બજાવતી પ્રીતિ પરમાર દસ દિવસ પહેલા નાઈટ શિટમાં નોકરી પર જાવ છું કહીને ઘરેથી નીકળી હતી. આ પછી તેણે આપઘાતનું નાટક કર્યું અને પોતાની ભાભીને વોટ્સએપ પર સુસાઈડ નોટ મોકલી દીધી હતી. પ્રીતિએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું હું જિંદગીથી કંટાળી ગઈ છું. જિંદગીમાં ઘણું બધું કરવાની ઈચ્છા હતી પણ હવે મને નફરત થઈ ગઈ છે તેથી હું આપઘાત કરુ છું. છોકરીની સુસાઈડ નોટ આવતાં ઘરમાં હડકંપ મચ્યો હતો અને બધા પોલીસ સ્ટેશન ભાગ્યાં હતા અને ફરિયાદ લખાવી હતી. પોલીસે પણ તપાસ શરુ કરી હતી પરંતુ કોઈ કડી મળતી નહોતી પરંતુ ગુમ થયાના ૧૦ દિવસ બાદ મામલો મેદાને આવ્યો.

આપઘાતના બહાને ૧૦ દિવસ ગુમ રહ્યાં બાદ લગ્ન કરીને પ્રીતિ પ્રેમી સાથે પાટણ બી.ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ગઈ હતી અને પોલીસને સાચી વાતની જાણ કરી દીધી હતી. પોલીસે તેના ઘરનાને બોલાવીને સાચી વાતની જાણ કરી દીધી હતી, આમ આ મામલો થાળે પડ્યો હતો. આપઘાતનું નાટક પ્રીતિને ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપઘાતના નાટક દ્વારા પ્રીતિએ પોતાનો પ્રેમ પામી લીધો હતો જોકે આવું કરવું સારુ નથી તેમાં નાહકના ઘરના પરેશાન થઈ જાયને.

પ્રીતિ પરમાર સિદ્ધપુરના સહેસા ગામની છે અને પાટણ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. હોસ્પિટલમાં જ તે કોઈના પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ ઘરના તૈયાર નહીં થાય તે બીકે તેણે આપઘાત નાટક કર્યું અને એ રીતે પોતાના પ્રેમીને પરણી ગઈ.