પાલનપુર, ધાનેરામાં ઘણો જ કરૂણ અકસ્માત સામે આવ્યો છે. ધાનેરાના માલોકરા ફાટક નજીક અગમ્ય કારણોસર યુવક ટ્રેન નીચે આવી જતા મોત નિપજ્યુ છે. ધાનેરા પોલીસ અને રેલ્વે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ આ યુવાન પાસેથી કોઇ અંતિમ ચિઠ્ઠી મળી હોવાનું સામે આવ્યું નથી. હાલ ધાનેરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના બાદ આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ધાનેરામાં એક અજાણ્યા યુવાને ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટૂંકાવ્યુ છે. ધાનેરાના માલોતરા ફાટક નજીક અગમ્ય કારણોસર યુવક ટ્રેન નીચે આવી જતા મોત નિપજ્યુ છે. ધાનેરા પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધાનેરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વ્યક્તિ ક્યાનો છે અને ક્યાંથી આવ્યો છે તે અંગેની હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ આગળની કાર્યવાહીમાં સીસીટીવી ફૂટેજની પણ મદદ લઇ શકે છે. આ વ્યક્તિ પાસેથી હજી કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી આવી જેથી તેના મોત પાછળનું ચોક્કસ કારણ પણ સામે આવી નથી રહ્યુ.
થોડા સમય પહેલા બોટાદના નિગાળા રેલવે મથક પર એક જ પરિવારના ચાર સભ્યોએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનારામાં બે યુવતી અને બે પુરૂષો હોવાનું સામે આવ્યું છે. ચારેય મૃતકોએ ભાવનગર-ગાંધીગ્રામ ટ્રેન નીચે કૂદીને મોતને વ્હાલુ કર્યું હતું. ઘટનાની જાણ થતા બોટાદ રેલવે વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આપઘાત કરનાર પરિવાર સખપર ગામનો રહેવાસી હતો. જેમાં મૃતકોમાં ૪૨ વર્ષીય મંગાભાઇ વિજુડા, ૧૯ અને ૧૭ વર્ષની બે પુત્રી, અને ૨૧ વર્ષીય પુત્ર હતો. સૂત્રોની માનીએ તો મંગાભાઇ ૧૦ દિવસ પહેલા જ જામીન પર છૂટીને આવ્યા હતા. જેમની સામે કૌટુંબિક ભાઇ સાથે મારામારી હેઠળ ગઢડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.