૧૮ મે ના રોજ શેરબજારમાં વિશેષ સત્ર યોજાશે,સજ્જતાનું મૂલ્યાંકન કરાશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE )એ જણાવ્યું છે કે તેઓ 18 મેના રોજ શેર અને ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે વિશેષ સત્રનું આયોજન કરશે. આ પહેલનો હેતુ કોઈપણ મોટા વિક્ષેપ અથવા નિષ્ફળતાનો સામનો કરવા માટે સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE )એ જણાવ્યું છે કે તેઓ 18 મેના રોજ શેર અને ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે વિશેષ સત્રનું આયોજન કરશે. આ પહેલનો હેતુ કોઈપણ મોટા વિક્ષેપ અથવા નિષ્ફળતાનો સામનો કરવા માટે સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો છે. વિશેષ ‘લાઇવ’ ટ્રેડિંગ સેશન દરમિયાન ‘ડિઝાસ્ટર રિકવરી’ સાઇટનો ઉપયોગ પ્રાથમિક સાઇટની જગ્યાએ કરવામાં આવશે.

જો કટોકટી દરમિયાન પ્રાથમિક ‘ડેટા સેન્ટર’ ઉપલબ્ધ ન હોય તો ‘ડિઝાસ્ટર રિકવરી સાઇટ’નો ઉપયોગ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરીને પુનઃસ્થાપિત કરવા માટે થાય છે. બંને સ્ટોક એક્સચેન્જોએ અલગ-અલગ પરિપત્રમાં જણાવ્યું હતું કે બે સત્ર હશે. પ્રથમ સત્ર સવારે 9:15 થી સવારે 10 વાગ્યા સુધી પ્રાઈમરી સાઈટથી અને બીજું સત્ર સવારે 11:30 થી 12:30 સુધી ડિઝાસ્ટર રિકવરી સાઈટથી રહેશે.

18 મે 2024 ના રોજ શનિવારે ઇક્વિટી અને ઇક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રેડિંગ દરમિયાન શેરબજાર ‘પ્રાઈમરી સાઇટ’ થી ‘ડિઝાસ્ટર રિકવરી સાઇટ’ પર ખસેડવાની સાથે એક વિશેષ ‘લાઇવ’ ટ્રેડિંગ સેશન યોજશે. આ અગાઉ NSE અને BSEએ 2 માર્ચે સમાન ટ્રેડિંગ સેશન યોજ્યા હતા.

માર્કેટ રેગ્યુલેટર સેબી અને તેમની ટેકનિકલ એડવાઈઝરી કમિટી સાથે ચોક્કસ ચર્ચાના આધારે આ સત્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનો ઉદ્દેશ સ્ટોક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓની સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો છે અને તેમની કામગીરીને અસર કરતી કોઈપણ અણધારી ઘટનાને નિયંત્રિત કરવાનો છે જેથી નિર્ધારિત સમયની અંદર ‘ડિઝાસ્ટર રિકવરી’ સાઇટ દ્વારા કામગીરી પુનઃસ્થાપિત કરી શકાય.

સામાન્ય રીતે પ્રાથમિક સાઈટ પર કોઈ મોટી સમસ્યા અથવા નિષ્ફળતાના કિસ્સામાં વ્યવસાય સાતત્યની ખાતરી કરવા માટે ‘DR સાઈટ’નો ઉપયોગ કરવામાં આવે છે.