શહેરાના સીમલેટબેટ ફળીયાની 20 વર્ષીય પરણિતા મહેલાણ બસ સ્ટેશન પાસેથી ગુમ થતાં ફરિયાદ


શહેરા,
શહેરા તાલુકાના સીમલેટ બેટ ફળીયામાં રહેતી 20 વર્ષીય પરણિતા ધરેથી કહયા વગર કયાંક નિકળી ગુમ થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના સીમલેટ બેટ ફળીયામાં રહેતી કપિલાબેન સંજયભાઈ પટેલીયા ઉ.વ.20 તા.6 નવેમ્બરના રોજ બપોરના 1 વાગ્યાના સમયે મહેલાણ ગામના બસ સ્ટેશન પાસેથી કોઇને કહયા વગર કયાંક ચાલ્યા જઈ ગુમ થયાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી છે.